મહારાષ્ટ્રમાં 30 જુન સુધી વધ્યું લોકડાઉન, એક પણ કેસ નહી છૂપાવવા અધિકારીઓને સખ્ત નિર્દેશ

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 30 જુન સુધી લોકડાઉન વધારતા તેને ‘મિશન બિગિન અગેઈન’ નામ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં જરૂરી કામોને બાદ કરતા સમગ્ર રાજ્યમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને કહ્યું છે કે, કોરોનાનો એક કેસ પણ છૂપાયેલો રહેવો જોઈએ નહી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ફેસબુક પર એક વીડિયો જાહેર કરીને અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા કે, મહારાષ્ટ્રમાં કોરોનાનો એક પણ કેસ લોકોથી છૂપાવવામાં આવે નહી. તેમણે કહ્યું કે, તે સાચું છે કે, કેટલાક કેસ સામે આવશે પરંતુ અમે સમય જતા તેના પર એક્શન લેશું. મેં પહેલાં દિવસથી જ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, કોરોનાનો એક પણ કેસ છૂપાવવામાં આવે નહી.

મહારાષ્ટ્રમાં 19 મેના દિશા-નિર્દેશોમાં અત્યાર સુધીમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા છે. જે અનુસાર રાજ્યમાં રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. જો કે આંટો મારવા અને કસરત કરનારાઓ દરિયા કિનારે, ખુલા મેદાનમાં સવારે 5 થી સાંજે 7 વાગ્યા સુધી જવાની મંજુરી આપી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.