કોરોના વાઈરસના સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્રમાં કોવિડ-19ના લીધે પ્રતિબંધિત કરવામાં આવેલા વિસ્તારની બહારની હોટલોને આઠ જુલાઈથી 33% ક્ષમતા સાથે કામ કરવાની મંજુરી આપી દેવામાં આવી છે. આગામી 8મી જુલાઈથી હોટલ અને લોજ ફરીથી પૂર્વવત થશે પરંતુ આ હોટલમાં કુલ ખાલી રૂમો કે બેડમાં 33% ગેસ્ટને જ આપી શકાશે.
ઉલ્લેખનિય છે કે, કોરોના વાઈરસના સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્રમાં 24 માર્ચથી લાગુ થયેલા લોકડાઉનથી જ હોટલો બંધ છે. હાલ દેશમાં અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે અને જુલાઈમાં અનલોક-2 ચાલી રહ્યાં છે તો તેવામાં રાજ્ય સરકારે હવે પુરતી કાળજી સાથે દિશા નિર્દેશ જાહેર કરતા હોટલ અને લોજ ખોલવાની મંજુરી આપી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ
મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ 2 લાખને પાર થઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાના કુલ 206,619 કેસ આવ્યા છે તેમાં 111,740 સ્વસ્થ પણ થઈ ચુક્યા છે. જ્યારે 86,057 એક્ટિવ કેસ છે. 8822 દર્દીઓના મોત થયાં છે. જ્યારે સારા સમાચાર એ છે કે મુંબઈ અને ધારાવીમાં જેવી ઝુપડપટ્ટી વિસ્તારમાં કોરોના કેસ નિયંત્રણ જોવા મળી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.