મહારાષ્ટ્રમાં આજનો દિવસ સૌથી મહત્વનો, રાષ્ટ્રપતિ શાસન કે ફડણવીસનો કાર્યકાળ લંબાશે!

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો સામે આવ્યાને 15 દિવસ થવા આવ્યા પણ હજી સુધી સરકાર રચાવવાના કોઈ ઠેકાણા નથી. હવે આવતી કાલે છેલ્લો દિવસ છે ત્યાર બાદ રાજ્યની વિધાનસભાની મર્યાદા પણ પુરી થઈ જશે. તેમ છતાંયે રાજકીય પક્ષો પોતાની માંગણીઓને લઈને ઝુકવા તૈયાર નથી પરિણામે સરકાર પણ બની શકી નથી.

ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધનની શરતો અંગે ચાલી રહેલી ખેંચતાણના પગલે રાજ્યમાં હજુ સુધી સરકારની રચના થઈ શકી નથી. બીજી તરફ એનસીપી અને કોંગ્રેસમાં શિવસેનાને ટેકો આપવા અંગે જુદો-જુદો મત છે. આથી હવે બધાની નજર રાજભવન તરફ ટકેલી છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી અત્યારે કાયદાનાં નિષ્ણાતોની સલાહ લઈ રહ્યા છે. રાજભવનના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, 9 નવેમ્બરના રોજ કાર્યકાળ સમાપ્ત થયા પછી રાજ્યમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન નહીં લાગે. એવું કહેવાય છે કે, વર્તમાન સરકારનો કાર્યકાળ વધુ એક સપ્તાહ કે તેનાથી વધુ સમય માટે લંબાવી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.