ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીઓને આખરે વિભાગ મળી ગયા છે. ત્યારે કોંગ્રેસ કૃષિ, ગ્રામ વિકાસ અને સહકારિતાની માંગ પર અડગ રહી હતી. જેને શિવસેનાએ રમત-ગમત અને ખાર જમીન વિભાગ આપી મનાવી લીધા છે. જેમાં શિવસેનાએ એનસીપીને ગૃહ મંત્રાલય આપ્યું છે. ત્યારે મોટા ભાગના મલાઇદાર વિભાગ એનસીપીના ખાતામાં ગયા છે. જોકે વિભાગની વહેંચણીને લઈ અમુક મંત્રીઓમાં અસંતોષ છે, પરંતુ કોઈ કંઈ બોલવા તૈયાર નથી.
મહારાષ્ટ્રના ઠાકરે સરકારનું વિસ્તરણ સોમવાર 30 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતુ. જેમાં કુલ 36 મંત્રીઓએ શપથ લીધા, પરંતુ વિભાગોની વહેંચણીને લઈ ત્રણેય દળો વચ્ચે સમજુતી થતી ન હતી. કોંગ્રેસે ગ્રામ વિકાસ, કૃષિ અને સહકારિતામાંથી એક વિભાગ એવું કહેતા માગ્યા કે તેના વધારે ધારાસભ્યો ગ્રામીણ વિસ્તારના છે. જેથી તેમને ગ્રામ વિકાસથી સંબંધિત એક અન્ય વિભાગ આપવામાં આવે.
આ બાબતે ગુરૂવારે એનસીપીના અજીત પવાર અને કોગ્રેસના અશોક ચૌહાણ વચ્ચે તકરાર પણ થઈ ગઈ હતી. જેમાં એનસીપીએ એક પણ મંત્રાલય કોંગ્રેસને આપ્યા નહી. ત્યારે કોંગ્રેસને મનાવા માટે શિવસેનાએ કુર્બાની આપી અને પોતાના કોટામાંથી કોંગ્રેસને યુવા, ખેલ-કૂદ, સાંસ્કૃતિક કાર્ય અને ખાર જમીન વિકાસ વિભાગ આપ્યો. ત્યાર બાદ મામલો હલ થયો હતો.
વિભાગોની વહેંચણી સંબંધિત યાદી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે જ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને આપી હતી, પરંતુ રાજ્યપાલ સુવા જતા રહ્યા હતા. જણાવામાં આવી રહ્યું હતું કે, રાજ્યપાલએ રવિવારે હસ્તાક્ષર કર્યા હતા જેને સવારે જાહેર કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.