મહારાષ્ટ્રમાં ભાજપ માટે નવી આફત, વરિષ્ઠ નેતાઓએ આપી દીધી ખુલ્લી ધમકી

મહારાષ્ટ્રના બીડના પરાલી વિસ્તારમાં આયોજીત રેલીમાં ભાજપના જ બે વરિષ્ઠ નેતાઓએ ભાજપ વિરૂદ્ધ જ મોરચો માંડ્યો હતો. પહેલા પંકજા મુંડેએ તો ત્યાર બાદ એકનાથ ખડસેએ. એકનાથ ખડસેએ કહ્યું હતું કે, હું પાર્ટી વિરૂદ્ધ નહીં બોલુ પણ રાજ્યમાં પાર્ટીમાં ટોચના પદે બેઠેલા નેતાઓ યોગ્ય નથી. તેમણે પંકજા મુંડેની હારને લઈને સનસનાટીપૂર્ન આરોપ લગાવ્યો હતો.

એનકાથ ખડસેએ કહ્યું હતું કે, પંકજા મુંડેને ભાજપના નેતાઓએ જ હરાવ્યા હતાં. જોકે પંકજા મુંડે પાર્ટીમાંથી રાજીનામું નહીં આપે પણ હું મને લઈને કંઈ જ ના કહી શકુ. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની પૂણ્યતિથીએ યોજાયેલી રેલીમાં એકનાથ ખડસેએ ભાજપ વિરૂદ્ધ જ મોરચો માંડ્યો હતો.

પંકજા મુંડે અને એકમાથ ખડસે ચૂંટણી પરિણામો બાદથી જ પોતાની પાર્ટી ભાજપથી નારાજ ચાલી રહ્યાં છે. આ બંને નેતાઓ પોતાની હાર બદલ ભાજપના જ કેટલાક નેતાઓને જવાબદાર ઠેરવી રહ્યાં છે. આ બંને નેતાઓના નિશાને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે. એકનાથ ખડસેએ આજે પરાલીમાં યોજાયેલી રેલીમાં દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, આજે હું ભારતીય જનતા પાર્ટીમાં છું એટલે હું પાર્ટી વિરૂદ્ધ કંઈ નહીં બોલુ. પણ હું પાર્ટીના નેતાઓ વિરૂદ્ધ તો બોલિશ જ. મીઠી મીઠી વાતો કરી અમારી પીઠમાં ખંજર ભોંકી લોકો મુખ્યમંત્રી બની ગયા. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આજે ભાજપમાં મુંઝવણ અનુંભવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.