શિવસેનાના ૫૬ પૈકી ૩૫ વિધાનસભ્યો સિવસેના પક્ષ પ્રમુખ તથા મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેથી નારાજ છે. એવું ભાજપના રાજ્યસભાના સાંસદ નારાયણ રાણે એ ગુપ્ત રહસ્ય ઊજાગર કર્યું હતું. મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સરકાર આ કાર્યક્ષમ ભાજપ ફરી રાજ્યમાં સત્તા રચશે એવો દાવો રાણેએ કર્યો હતો. થાણેના એક કાર્યક્રમમાં આવેલા નારાયણ રાણેએ ઉપરોક્ત વકત્વ્ય પત્રકારો સમક્ષ કર્યું હતું.
મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ ખેડૂતોને કર્જમાફી આપવાનું વચન આપ્યું હતું. તે પોકળ ઠર્યું છે. આ સાથોસાથ કર્જમાફીનો અમલ કયારે થશે તેની માહિતી નથી. ઠાકરે મરાઠાવાડાની મુલાકાતે છે. પણ મરાઠાવાડા માટે કોઈપણ પ્રકારનું ફંડ અથવા યોજનાની ઘોષણા ન કરતા પાછા ફર્યા છે. હાલમાં શિવસેનાની ૫૬ પૈકી ૩૫ વિધાનસભ્યો ઉધ્ધવ ઠાકરેથી નારાજ છે. ભાજપમાં ૧૦૫ વિધાનસભ્ય છે. શિવસેનાના ૩૫ વિધાનસભ્ય નારાજ છે. એમ કહીને રાણેએ ફરી ભાજપની સત્તા આવશે એવા સંકેતો આપ્યા છે. જો કે ભાજપ-મનસે વચ્ચે યુતિ બાબતે નારાયણ રાણેએ ચૂપકીદી સેવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.