મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય નાટકની વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. બીજેપી બહુમતનો દાવો કરી રહી છે, તો એનસીપી, કૉંગ્રેસ અને શિવસેના પોતાના નેતાઓને ખરીદી લેવાથી બચાવવા ભેગા કરવામાં લાગી છે. આ તમામની વચ્ચે રવિવારનાં ડેપ્યૂટી સીએમ અજિત પવાર અને શરદ પવારની વચ્ચે ટ્વિટર વૉર પણ જોવા મળ્યું. અજિત પવારે કહ્યું કે, “હું એનસીપીનો નેતા છું અને હંમેશા એનસીપીમાં રહીશ અને પવાર સાહેબ અમારા નેતા છે. અમારું બીજેપી-એનસીપી ગઠબંધન આવતા 5 વર્ષ માટે મહારાષ્ટ્રમાં એક સ્થિર સરકાર આપશે જે રાજ્ય અને તેના લોકોનાં કલ્યાણ માટે ઈમાનદારીથી કામ કરશે.’
ત્યારબાદ એનસીપી ચીફ શરદ પવારનું રિએક્શન સામે આવ્યું અને તેમણે ભત્રીજા અજિતનાં નિવેદનને જૂઠું ગણાવ્યું. આ દરમિયાન કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલેનું નિવેદન સામે આવ્યું. રામદાસ અઠાવલે ભરોસો જતાવ્યો કે દેવેન્દ્ર ફડણવીસ સરકારને અનેક ધારાસભ્યોનું સમર્થન મળશે અને તે બહુમતી સાબિત કરી લેશે. કેન્દ્રિય ન્યાય તેમજ અધિકાર રાજ્ય મંત્રી અઠાવલે કહ્યું કે, “અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અનેક ધારાસભ્ય અમારી સાથે આવશે.”
તેમણે રહ્યું કે, “કોઈપણ ધારાસભ્ય પર કોઈ જાતનો દબાવ નથી. તેઓ પોતાની મરજીથી અમારી સાથે આવી શકે છે. તેમનું સ્વાગત કરવામાં આવશે. આગામી 30 નવેમ્બરનાં ફડણવીસ સરકાર પોતાનો બહુમત સાબિત કરી દેશે.” અઠાવલેએ કહ્યું કે, “શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અને કૉંગ્રેસને સરકાર ગઠનને લઇને જલદી નિર્ણય લેવો જોઇતો હતો. મહારાષ્ટ્રમાં ખેડૂતો પોતાની સમસ્યાઓથી પરેશાન છે. તેઓ એક એવી સરકાર ઇચ્છે છે જે તેમની સમસ્યાઓને દૂર કરે અને સામાન્ય જનતાનું ભલું કરે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.