મહારાષ્ટ્રના સીએમ તરીકે 100 દિવસ પુરા કરનારા ઉધ્ધવ ઠાકરે આ નિમિત્તે રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચ્યા છે. ઉધ્ધવ ઠાકરેએ રામ મંદિરના નિર્માણ માટે 1 કરોડનુ દાન આપવાની જાહેરાત કરી છે.ઉધ્ધવની સાથે તેમના પુત્ર અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરે પણ છે.
ઉધ્ધવે કહ્યુ હતુ કે, અયોધ્યામાં રામ મંદિરમાં દર્શન કરવાની તક મળવી મારા માટે સૌભાગ્યની વાત છે.હું વારંવાર અયોધ્યા આવીશ.એક દિવસ આરતીમાં પણ સામેલ થવાની ઈચ્છા છે. દરમિયાન ઉધ્ધવ ઠાકરેની મુલાકાતનો વિરોધ કરાર સંત મહંતો અને હિન્દુ મહાસભાના અધ્યક્ષને તંત્રે નજર કેદ કર્યા છે.
તપસ્વી છાવણીના સંત પરમહંસને તેમના આશ્રમમાં નજરકેદ કરાયા છે. દરમિયાન સરયૂ કિનારે તેમનીઆરતીના અને જાહેરસભાના કાર્યક્રમને કોરોના વાયરસના ડરને જોતા રદ કરી દેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.