– કોરોના સામે આપણે ટકી રહેવાનું છે
કોરોનાના પગલે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે આ વર્ષની દિવાળી ફટાકડા વિના ઊજવવાની અપીલ કરી હતી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકોની જાહેર અપીલ કરી હતી કે કોરોના સામેની આપણી લડત ચાલુ હતી. કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને આ દિવાળી ફટાકડા વિના ઊજવવાની માનસિક તૈયારી રાખજો.
તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી આપણે તમામ ઉત્સવો સાદગીપૂર્વક મનાવ્યા હતા. દિવાળી પણ સાદગીપૂર્વક મનાવવાની તૈયારી રાખજો. તમામ ધર્મસ્થળો હજુ ખોલવામાં આવ્યા નથી. તમારા ઘરમાં સાદગીથી દિવાળીની ઊજવણી કરજો. દિવાળી પ્રકાશનું પર્વ છે અને આ પ્રસંગે ખૂબ આતશબાજી કરવાની પરંપરા છે પરંતુ આ વરસે આપણે સૌએ કોરોના સામે ટકી રહેવાનું છે. કોરોનાનો ભય હજુ આપણા મસ્તક પર ઊભો છે. રોજ નવા કેસ આવી રહ્યા છે એટલે સૌએ સમજણપૂર્વક દિવાળી મનાવવાની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.