મહારાષ્ટ્રનું ‘મહાનાટક’ પહોંચ્યું સુપ્રીમ કોર્ટ, આજે સાડા અગિયાર વાગ્યે થશે સુનાવણી

બીજેપીએ શનિવારની સવારે મહારાષ્ટ્રમાં સરકાર બનાવતા સૌને ચોંકાવી દીધા. સવારથી લઇને સાંજ સુધી થયેલા તમામ ડ્રામા બાદ શિવસેના, એનસીપી અને કૉંગ્રેસે રાતમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને બીજેપીનાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદનાં શપથ લેવડાવવાનાં મહારાષ્ટ્રનાં રાજ્યપાલનાં નિર્ણયને રદ્દ કરવાનો અનુરોધ કર્યો. સાથે જ ધારાસભ્યોની ખરીદી રોકવા માટે તરત ફ્લોર ટેસ્ટ કરાવવાનો પણ અનુરોધ કર્યો છે.

આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠ રવિવારનાં સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દા પર સવારે સાડા અગિયાર વાગ્યે સુનાવણી શરૂ થશે. ત્રણેય પાર્ટીઓએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનાં નેતૃત્વમાં સરકાર બનાવવા માટે તેમને આમંત્રિત કરવા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને આપવાની માંગ કરી છે. એ પણ કહ્યું છે કે તેમની પાસે 144થી વધારે ધારાસભ્યોનું સમર્થન છે.

અરજીકર્તાઓએ આરોપ લગાવ્યો કે રાજ્યપાલે ભેદભાવપૂર્ણ વ્યવહાર કર્યો અને બીજેપી દ્વારા સત્તા પર કબજો કરવામાં તેમને મહોર બનાવવામાં આવ્યા. ત્રણેય દળોએ 24 કલાકની અંદર તરત શક્તિ પરીક્ષણ કરાવવાનો અનુરોધ પણ કર્યો, જેથી ધારાસભ્યોની ખરીદી અને મહા વિકાસ આઘાડી (એમવીએ)ને તોડીને કોઈપણ રીતે સત્તા મેળવવાનાં ગેરકાયદેસર પ્રયત્નો રોકી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.