મહારાષ્ટ્રમાં 24મી ઑક્ટોબરના રોજ આવેલા ચૂંટણી પરિણામના 20 દિવસ બાદ પણ કોઇ પક્ષ કે ગઠબંધન સરકાર બનાવા માટે 145ના જાદુઇ આંકડાનો જુગાડ કરી શકશે નહીં. રાજ્યમાં કોઇની સરકાર ના બનતી દેખાતા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવા માટે કેન્દ્રને ભલામણ પત્ર મોકલી દીધો. રાષ્ટ્રપતિના દસ્તાવેજની સાથે જ રાજ્યમાં કલમ 356ની અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ ગયું. 1960મા મહારાષ્ટ્ર સરકારની રચના બાદ આ ત્રીજો એવો મોકો છે કે જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે.
જ્યારે પહેલી વખત લાગ્યું રાષ્ટ્રપતિ શાસન
રાજ્યમાં પહેલી વખત 17 ફેબ્રુઆરી 1980માં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયુ હતું. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી શરદ પવારની પાસે વિધાનસભામાં પૂર્ણ બહુમતી હતી તેમ છતાંય તેમણે સદન ભંગ કરાવી દીધી હતી. ત્યારબાદ 17 ફેબ્રુઆરી થી 8 જૂન 1980 સુધી એટલે કે 112 દિવસ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ રહ્યું હતું.
દર વખતે પવારની રહી ભૂમિકા
મહારાષ્ટ્રના રાજકારણમાં અપરાજીત રહેતા પવારે થોડાંક સમય પહેલાં જ 50 વર્ષ પૂરા કર્યા છે. કહેવાય છે કે પવારની સહમતિ વગર મહારાષ્ટ્રમાં પત્તું પણ હલતુ નથી. તેનું સૌથી મોટું ઉદાહરણ મહારાષ્ટ્રમાં ત્રીજી વખત રાષ્ટ્રપતિ શાસન છે. રાજ્યમાં ત્રણેય વખત રાષ્ટ્રપતિ શાસનમાં પહેલી વખત જ્યાં પવાર પોતે સામેલ રહ્યા, ત્યાં બીજી વખત તેમની પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ઉભા થયેલા મતભેદના લીધે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું. 12મી નવેમ્બર 2019ના રોજ લાગેલા રાષ્ટ્રપતિ શાસનમાં પણ પવારની ભૂમિકા અગત્યની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.