મહારાષ્ટ્રમાં સાધુ સંતો પરના હુમલા રોકાવાનુ નામ નથી લઈ રહ્યા.
જ્યાં થોડા દિવસ પહેલા બે સંતોની હત્યા કરી દેવામાં આવી હતી તે પાલઘર જિલ્લાના વસઈ તાલુકામાં મુંબઈ અમદાવાદ હાઈવે પર આવેલા શિવ મંદિરના પૂજારી શંકરાનંદ સરસ્વતી અને અન્ય તેમના સહાયક પર બુધવારની મધરાતે હુમલો કરવામાં આવ્યો હતો.
ત્રણ હુમલાખોરો દાન પેટી અને બીજો સામન લઈને ભાગી છુટ્યા હતા.પોલીસે તેમની સામે ગુનો નોંધીને શરુ કરેલી તપાસ બાદ એક આરોપી પકડાઈ ચુક્યો છે.જ્યારે બીજા બે આરોપીઓ હજી ફરાર છે.
આ પહેલા પાલઘર જિલ્લામાં એપ્રિલ મહિનામાં બે સંતોનુ મોબ લિન્ચિંગ થયુ હતુ.જ્યારે કેટલાક દિવસો પહેલા નાંદેડમાં પણ લિંગાયત સમુદાયના સાધુની તેમના આશ્રમમાં ઘુસીને હત્યા કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.