મહારાષ્ટ્ર રાજ્યના ગૃહ ખાતાના મુખ્ય સચિવ (ખાસ) અમિતાભ ગુપ્તા સહિત રાજ્યના પચાસ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ બદલી તત્કાળ અમલમાં આવે એે રીતે કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.
અમિતાભ ગુપ્તાને પૂણેના પોલીસ કમિશનર તરીકે રવાના કરાયા હતા તો પૂણેના હાલના પોલીસ કમિશનર કે વેંકટેશમને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (સ્પેશિયલ કેમપેઇન) તરીકે મોકલાયા હતા. પૂણેના ડેપ્યુટી પોલીસ કમિશનર (નાર્કોટિક્સ વિભાગ) શિવદ્વીપ લાંડેને મુંબઇ પોલીસના એન્ટી ટેરરિઝમ સ્ક્વોડના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ તરીકે મોકલાયા હતા.
ગુરૂવારે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ઔપચારિક રીતે જાહેર કર્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસના 41 અધિકારીઓની તત્કાળ બદલી કરવામાં આવી હતી. અમિતાભ ગુપ્તાની બદલીનું કારણ તો જગજાહેર છે. યસ બેંક અને પંજાબ એન્ડ નેશનલ બેંકના કૌભાંડમાં સંડોવાયેલા મનાતા ભાઇઓ કપિલ અને ધીરજ વાઢવાનને ગુપ્તાએ પૂણે નજીક ખંડાલા અને સતારા નજીકના મહાબળેશ્વરનો પ્રવાસ કરવાની પરવાનગી આપી હતી. મિડિયામાં હોબાળો થયો ત્યારે રાજ્ય સરકારે ગુપ્તાને રજા પર ઊતારી દીધા હતા. ત્યારબાદ તપાસ સમિતિએ ગુપ્તાને નિર્દોષ જાહેર કર્યા હતા. જો કે આ વિવાદે સારી એવી ચર્ચા જગાડી હતી.
રાતોરાત આટલા મોટા પાયા પર કરાયેલી બદલીનું કોઇ કારણ રાજ્ય સરકારે આપ્યું નહોતું. તાજેતરમાં અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાન પછી મુંબઇ પોલીસે કરેલી તપાસની આકરી ટીકા થઇ હતી. પરંતુ મુંબઇ પોલીસના કેટલા અધિકારીની બદલી થઇ હતી એ તત્કાળ જાણી શકાયું નહોતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.