વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની બ્રિક્સ યાત્રા પહેલાં કેબિનેટની બેઠક બોલાવી છે. આ બેઠકમાં મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ પર ચર્ચા થશે. સૂત્રોના મતે મોદી કેબિનેટ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવા પર નિર્ણય લેશે અને કેબિનેટની અનુંશસાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાસે મોકલશે. આની પહેલાં ગવર્નર ભગત સિંહ કોશ્યારીએ કેન્દ્ર અને કાનૂનવિદો સાથે સ્થિતિ પર કાયદાકીય સલાહ લીધી.
જો મહારાષ્ટ્રના રાજ્યપાલ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવે છે તો શિવસેના સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી શકે છે. ઉદ્ધવ ઠાકરે એ આ મુદ્દા પર કપિલ સિબ્બલ અને અહમદ પટેલ સાથે વાત કરી છે.
જો કે આજે સાંજે 8.30 વાગ્યા સુધીમાં રાજ્યપાલે એનસીપીને સરકાર બનાવાનો દાવો રજૂ કરવાનો સમય આપ્યો છે. જો આની પહેલાં રાષ્ટ્રપતિ શાસન નાંખવામાં આવે છે તો કોંગ્રેસ, એનસીપી, કે શિવસેના સુપ્રીમ કોર્ટ જઇ શકે છે. મહારાષ્ટ્રમાં નવમી નવેમ્બરના રોજ પાછલી વિધાનસભાનો સમયગાળો પૂરો થઇ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.