મહારાષ્ટ્રના રાજકારણમાં જ્યારથી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે ત્યારથી એક સાંધે ત્યાં તેર તૂટે જેવી જ પરિસ્થિતિઓ સર્જાઇ છે. હવે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ડખ્ખા પડ્યાની ચર્ચાએ જોર પકડયું છે. જી હા મહારાષ્ટ્રમાં મંત્રીમંડળ વિસ્તરણના એક દિવસ બાદ સહયોગી દળ કોંગ્રેસ અને એનસીપીમાં વિભાગોને લઇ ખેંચતાણ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ ગ્રામીણ ક્ષેત્રોના અગત્યના વિભાગ પોતાના ખાતામાં ઇચ્છે છે. તો એનસીપીનું ગ્રૂપ પણ ભારે-ભરખમ મંત્રાલયની માંગણી પર અડિયલ છે.
મંગળવારના રોજ રાજ્યના કોંગ્રેસના મંત્રીઓએ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે તેમના ઘરે મુલાકાત કરી. જોકે કોંગ્રેસને નવી સરકારમાં સૌથી ઓછા મંત્રી પદ મળ્યા છે એવામાં આ મુલાકાત અને શિષ્ટાચારના નાતે થનારી મુલાકાત ગણાવી.
સૂત્રોના હવાલે કહ્યું કે આ બેઠકમાં મંત્રાલયોને લઇ પણ ચર્ચા થઇ. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ મલ્લિકાર્જુન ખડગે અને કે.વેણુગોપાલ રેડ્ડી પણ મુલાકાત દરમ્યાન હાજર રહ્યા. એનસીપી જ્યાં ગૃહ મંત્રાલય ઇચ્છે છે ત્યાં કોંગ્રેસ સહકારી અને ગ્રામીણ વિકાસ કે કૃષિ વિભાગ પોતાની પાસે રાખવા માંગે છે.
આની પહેલાં થયેલી વાતચીતમાં સહકારી અને ગ્રામીણ વિકાસ મંત્રાલય એનસીપીને આપવા પર સહમતિ બની હતી. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બાળા સાહેબ થોરાટ મંત્રાલયોને લઇ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી શકે છે. 44 ધારાસભ્યોવાળી કોંગ્રેસને 12 મંત્રી પદ મળ્યા છે તો શિવસેનાના 56 ધારાસભ્ય છે અને તેમના ખાતામાં 15 મંત્રી પદ છે. જ્યારે એનસીપીના 54 ધારાસભ્ય અને તેમને પણ 15 મંત્રી પદ મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.