મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ! ભાજપ નેતાએ ધારાસભ્યોને આપી 25 કરોડની લાલચ

મહારાષ્ટ્રમાં ચુંટણી પૂર્ણ થયે 14 દિવસ જેટલો સમય વીતી ગયો છે અને આગામી 9 તારીખે એટલે કે આવતી કાલ બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની સમયમર્યાદા પુરી થઈ રહી છે. હવે 24 કલાકથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે છેલ્લી ઘડીએ સરકાર રચવાની ગતિવિધિ પણ તેજ થઈ ગઈ છે. શિવસેના મુખ્યમંત્રી પદ સિવાય ઓછું કશું માંગતી નથી ત્યારે એનસીપી વિપક્ષમાં બેસવાની વાત કરે છે તો કોંગ્રેસ મગનું નામ મરી પાડતી નથી. ત્યારે ભાજપ કહે છે કે દેવેન્દ્ર ફડણવીસ ફરી મુખ્યમંત્રી બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ દ્વારા શપથ સમારંભ માટે ક્રિકેટ સ્ટેડિયમ પણ બુક કરાઈ લેકામાં આવ્યું છે.

હાલ સત્તાની ચાવી કોંગ્રેસ અને એનસીપી પાસે છે શિવસેના નેતા સંજય રાઉત શરદ પવારને ફરી મળવા પહોંચ્યા હતા. તો ભાજપને સત્તાથી દુર રાખવા માટે કોંગ્રેસ પાછલા બારણે શિવસેના એનસીપીને સમર્થન કરીને મહારાષ્ટ્રમાં સરકાર રચવા સાથ આપવા સક્રિય બની છે. પરંતુ આજે મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે કોંગ્રેસ નેતા નીતિન રાઉત દ્વારા ભાજપ પાર કર્ણાટક વળી કરવાનો મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે શિવસેના બાદ કોંગ્રેસ પણ તેના ધારાસભ્યોને સેફ પ્લેસ પર લઇ જવાનું વિચારી રહી છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતા નીતિન રાઉતનું મોટું નિવેદન આવ્યું છે, તેમણે કહ્યું કે ભાજપના કેટલાક નેતાઓ દ્વારા અમારા ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રૂપિયાની લાલચ આપવામાં આવી છે તે બાબતે તેમણે જણાવ્યું કે, ગઈકાલે અમારા એક-બે ધારાસભ્યોને ભજઓને નેતાઓ દ્વારા આશરે 25 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. શિવસેના દ્વાર પણ પહેલા આરોપ લગાવવામાં આવ્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસના લોકો દ્વારા અમારા ધારાસભ્યો પર દબાણ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા નીતિન રાઉતનું મોટું નિવેદન આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.