મહારાષ્ટ્ર સહિતના છ રાજ્યોએ નિર્ભયા ફંડનો ઉપયોગ જ કર્યો નથી

દેશભરને હચમચાવી દેનારા નિર્ભયા દુષ્કર્મ કેસને 16મી ડિસેમ્બરે સાત વર્ષ પૂર્ણ થયા છે. આ ઘટનાના કારણે તત્કાલિન કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કુલ 1649 કરોડનું ભંડોળ આપ્યું હતું.

મહિલા સુરક્ષા અંગેના પગલાં લેવા આ ભંડોળનો ઉપયોગ કરવાની કેન્દ્ર તરફથી તાકીદ કરવામાં આવી હતી. જો કે અત્યાર સુધીમાં રૂપિયા 1659 કરોડમાંથી કુલ રૂપિયા 147 કરોડનો જ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. મહારાષ્ટ્ર સહિતના છ રાજ્યોએ આ ફંડના એકપણ રૂપિયાનો ઉપયોગ હજુ સુધી કર્યો નથી.

કેન્દ્ર સરકારે મંજૂર કરેલા રૂપિયા 1649 કરોડમાંથી રૂપિયા 147 કરોડ જ વપરાયા હોવાનું હાલ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સંસદમાં નિવેદન આપ્યું છે. કર્ણાટકને ફાળવવામાં આવેલા 191 કરોડ રૂપિયાના ભંડોળમાંથી 13.62 કરોડ રૂપિયાનો જ ખર્ચ કરવામાં આવ્યો છે એટલે કે કર્ણાટકે સાત ટકા ભંડોળનો જ ઉપયોગ કર્યો છે.

તમિલનાડુએ પણ ત્રણ ટકા એટલે કે 190.68 કરોડમાંથી 6 કરોડ રૂપિયાનો જ ઉપયોગ કર્યો છે. જ્યારે છ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશ મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, સિક્કીમ, ત્રિપુરા અને દમણ-દીવે કેન્દ્ર સરકાર તરફથી મળેલા ભંડોળનો ઉપયોગ કર્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.