શિવસેનાના નેતા સંજય રાઉતનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે અને રાષ્ટ્રપતિ શાસનની સમયમર્યાદા છ મહિનાની હોય છે. તેની પહેલાં રાજ્યમાં નવી સરકાર બની જશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર શિવસેનાના નેતૃત્વમાં જ બનશે અને તેના માટે કોઇની મધ્યસ્થતાની જરૂર નથી. જ્યારે તેમણે એનસીપી ચીફ શરદ પવારના એ નિવેદનની યાદ અપાવી જેમાં કહ્યું કે સરકાર બનાવાને લઇ તમામ પ્રશ્ન શિવસેનાને કરવામાં આવે તો તેમણે કહ્યું કે ‘પવાર સાહબ શું ખોટું બોલી રહ્યા છે?’
શું કહ્યું રાઉતે?
રાઉતે કહ્યું કે સરકાર શિવસેના જ બનાવશે. ધીમે-ધીમે બધી જ ખબર પડી જશે. રાઉતે પોતાના દાવા અંગે ફરી કહ્યું કે સરકાર બનશે અને તેનું નેતૃત્વ શિવસેના જ કરશે. તેમણે કહ્યું કે સરકાર બનશે અને ગૃહમાં 170 (ધારાસભ્યો)ની બહુમતી સાબિત થશે. તેમણે કહ્યું , ‘અત્યારે રાષ્ટ્રપતિ શાસન છે. 6 મહિના માટે લાગ્યું છે. અમે ટૂંક સમયમાં જ સરકાર બનાવા માટે ચર્ચા કરવી પડશે.’
17 નવેમ્બર સુધીનો સમય ખત્મ
ઉલ્લેખનીય છે કે શિવસેનાએ NCP અને કોંગ્રેસ સાથે મળીને શિવસેના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેની પુણ્યતિથિ 17મી નવેમ્બર સુધીમાં જ સરકારની રચના માટે શિવસેનાને સમર્થન આપવાની જાહેરાત કરવાની માંગણી કરી હતી, પરંતુ હજુ સુધી એવી કોઇ જાહેરાત થઇ શકી નહીં. આ બધાની વચ્ચે એનસીપી ચીફ શરદ પવારના બદલાયેલા વલણે શિવસેનામાં અંદરખાને ઉહાપોહની સ્થિતિ વધારી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.