મહારાષ્ટ્ર સરકાર મુસ્લિમોને શિક્ષણમાં 5% અનામત આપી શકે, વિધાન પરિષદમાં નવાબ મલિકની જાહેરાત

મહારાષ્ટ્ર (Mahrashtra)માં શિવસેના (Shiv Sena)ની આગેવાનીવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (Maha Vikas Aghadi) રાજ્યમાં શિક્ષણમાં મુસ્લિમોને અનામત આપી શકે છે. તેની જાહેરાત નેશનાલિસ્ઠ કૉંગ્રેસ પાર્ટી ના નેતા નવાબ મલિક (Nawab Malik)એ કરી. શુક્રવારે વિધાન પરિષદમાં તેઓએ જણાવ્યું કે મુસ્લિમ સમાજને અનમાત આપવામાં આવશે. મલિકે કહ્યું કે તેના માટે સરકાર વટહુકમ લાવશે. રાજ્ય સરકારમાં લઘુમતી મંત્રી નવાબ મલિકે કહ્યું કે અગાઉની સરકાર (બીજેપી)એ શિક્ષણમાં મુસ્લિમોને 5 ટકા અનામત નહોતું આપ્યું. આ સરકાર અનામત આપશે.

મળતી જાણકારી મુજબ, મહારાષ્ટ્રમાં વિધાનસભાનું બજેટ સત્ર પૂરું થતાં પહેલા મુસ્લિમોને શિક્ષણમાં પાંચ ટકા અનામત આપવામાં આવશે. મળતી માહિતી મુજબ અગાઉની સરકારમાં કોર્ટના ચુકાદો આવ્યા બાદ પણ બીજેપી વટહુકમ નહોતી લાવી. મંત્રીએ કહ્યું કે નોકરીમાં અનામતને લઈને કાયદાકિય સલાહ લેવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેના પર નિર્ણય લેવામાં આવશે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં 2014માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પહેલા જૂન મહિનામાં મહારાષ્ટ્રની તત્કાલીન કૉંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકારે મુસ્લિમો માટે 5 ટકા અનામતની વ્યવસ્થા કરી હતી અને તે સંબંધમાં વટહુકમ પણ જાહેર કર્યો હતો.આ પહેલા એનસીપી પ્રમુખ શરદ પવારે પણ એક કાર્યક્રમ દરમિયાન લઘુમતીઓની પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું હતું કે લઘુમતીઓ, વિશેષ રીતે મુસ્લિમોએ રાજ્ય ચૂંટણીમાં બીજેપી માટે મતદાન નહોતું કર્યું. તેઓએ કહ્યું કે સમુદાયના સભ્ય જ્યારે કોઈ નિર્ણય લે છે તો તે કોઈ પાર્ટીની હાર સુનિશ્ચિત કરવા માટે હોય છે. પરંતુ હવે કંઈક કરવાનો અમારો વારો છે. તેઓએ કહ્યું કે એનસીપીએ તેની પર ભાર મૂક્યો હતો કે રાજ્ય સરકારમાં લઘમુતી મામલાઓનો વિભાગ કલ્યાણકારી કાર્ય કરવા માટે તેમની પાર્ટીને આપવા જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.