મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ નિમંત્રણ આપવા છતાંય ભાજપ પાછળ હટી ગયું. તેને ભાજપની મોટી રણનીતિનો હિસ્સો મનાઇ રહ્યો છે કારણ કે નિમંત્રણ અસ્વીકાર કરતાં પહેલાં ભાજપની બે વખત લાંબી મીટિંગ ચાલી. વર્ષા બંગલામાં ફરીથી થયેલ કોર કમિટીની બેઠકમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ થયા. ત્યારબાદ નિર્ણય લેવાયો કે ભાજપ રાજ્યમાં સરકાર રચશે નહીં.
ભાજપના નેતાના મતે પાર્ટી કોઇ રાજ્યમાં સરકાર બનવાની તક છોડતું નથી પરંતુ મહારાષ્ટ્રમાં અમે પાછળ હટી રહ્યા છીએ. તેની પાછળ દૂરની વિચારસરણી છે, જે ટૂંક સમયમાં જ સામે આવશે.
શિવસેના પર યુતિ તોડવાનું થપ્પો
વિધાનસભા ચૂંટણી મળીને લડેલ ભાજપ-શિવસેનાને પ્રજાએ સરકાર બનાવા માટે વોટ આપ્યા હતા. પરંતુ ચૂંટણી પરિણામ આવ્યા બાદ શિવસેના અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રી પદ પર અડિયલ રહ્યું તેના પર ભાજપ રાજી થઇ નથી. નિમંત્રણ મળ્યા બાદ પણ ભાજપે સરકાર રચવાનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. ત્યારબાદ રાજ્યપાલે શિવસેનાને સરકાર સ્થાપવા માટે બોલાવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.