મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપી વચ્ચે સરકાર રચવાને અલીને સહમતિ બની ચુકી છે અને હવે બંને પક્ષો વચ્ચે મંત્રાલયની ફાળવણીને લઈને વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેનાને મુખ્યમંત્રી પદ સહિત 16 મંત્રાલય મળી શકે છે જેમાં 11 કેબિનેટ અને 5 રાજ્યમંત્રીનો શામેસ થાય છે.
જ્યારે એનસીપીના ભાગે ડેપ્યુટી સીએમ પદ આવી શકે છે. આ ઉપરાંત પણ 15 મંત્રાલય જેમાંથી 11 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી પદ પણ આપવામાં આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસને 12 મંત્રાલય મળી શકે છે. જેમાં 9 કેબિનેત અને 3 રાજ્યમંત્રી મળી શકે છે. જોકે કોંગ્રેસ પણ ઉપમુખ્યમંત્રી પદની માંગણી કરી રહી છે. માનવામાં આવે છે કે કોંગ્રેસને વિધાનસભામાં અધ્યક્ષ પદ પણ મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.