મહારાષ્ટ્ર સરકારે સરકારી કર્મચારીઓને આપી સૌથી મોટી રાહત, અઠવાડીયામાં ફક્ત 5 દિવસ રહેશે કામ

મહારાષ્ટ્રની સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે પાંચ દિવસનું અઠવાડીયું મંજૂર કર્યું છે. એટલે કે હવે અઠવાડીયામાં ફક્ત પાંચ દિવસ જ કામ કરવું પડશે. બાકીના દિવસોમાં રજા રહેશે.

આ નિર્ણય આજે મહારાષ્ટ્ર સરકારની મળેલી બેઠકમાં લેવાયો છે અને તે 29 ફેબ્રુઆરીથી લાગૂ થઈ જશે. મહારાષ્ટ્ર સરકારમાં કર્મચારીઓને હાલ દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા મળે છે. જણાવી દઈએ કે, આ અગાઉ ઠાકરે સરકારે બિન રહેણાંક વિસ્તારોમાં દુકાનો, મોલ અને રેસ્ટોરન્ટને લઈ મોટો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે જણાવ્યું છે કે, મુંબઈના બિન રહેણાંકીય વિસ્તારોમાં દુકાનો, મોલ અને રેસ્ટોરન્ટ હવે 26 જાન્યુઆરીથી 24 કલાક ખુલ્લી રહેશે.

લંડન અને મધ્ય પ્રદેશના ઈંદૌરમાં નાઈટલાઈફનું ઉદાહરણ આપતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, મુંબઈવાસીઓને પણ આવી સુવિધાઓ મળવી જોઈએ. મહાનગર મુંબઈમાં 24 કલાક દુકાનો ખુલ્લી રહેશે.તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, નાઈટલાઈફને ફક્ત દારૂ સાથે જોડવું યોગ્ય નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.