રાજ્યસભાના ઐતિહાસિક 250મા સત્ર દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના ઉચ્ચ સદનને ભારતના સંઘીય માળખાનો આત્મા ગણાવ્યો. તેમણે કહ્યું કે લોકસભા જયાં જમીન સાથે જોડાયેલ છે તો ઉચ્ચ સદન રાજ્યસભા દૂર સુધી જોઇ શકે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિવેદનને હવાલો આપતા તેમણે કહ્યું કે રાજ્યસભા સેકન્ડ હાઉસ છે સેકન્ડરી (ગૌણ, મહત્વહીન) નથી અને ભારતના વિકાસ માટે તેને સપોર્ટિવ હાઉસ બની રહેવું જોઇએ. આ દરમ્યાન તેમણે એનસીપી અને બીજુ જનતા દળ (બીજેડી)ના એટલા માટે વખાણ કર્યા કે તેમના સાંસદ કયારેય વેલમાં જતા નથી. પીએમ મોદીએ કહ્યું કે આ બંને પક્ષો પાસેથી આપણે તમામે શીખવું જરૂરી છે, ભાજપને પણ. પીએમે એવા સમયે એનસીપીના વખાણ કર્યા છે જ્યારે મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ ખૂબ તેજ છે અને પવારની પાર્ટી ભાજપના પૂર્વ સહયોગી શિવસેનાની સાથે મળીને સરકાર બનાવાની કોશિષમાં છે.
પરિસ્થિતિઓના હિસાબથી રાજ્યસભાએ ખુદને ઢાળી
વડાપ્રધાને કહ્યું કે રાજ્યસભા સમય પ્રમાણે પોતાને ઢાળતું આવ્યું છે. તેમણે કહ્યું કે સમય બદલાતો ગયો, પરિસ્થિતિઓ બદલાતી ગઇ અને આ ગૃહે બદલાયેલી પરિસ્થિતિઓને આત્મસાત કરતા ખુદને તેના અનુરૂપ ઢાળી. મારા માટે સૌભાગ્યનો વિષય છે કે આજે આ મહત્વપૂર્ણ તકના સાક્ષી બનવાની મને તક મળી હતી.
‘ઉચ્ચ સદન દૂર સુધી જોવામાં સક્ષમ’
રાજ્યસભાની અગત્યતા બતાવતા વડાપ્રધાને કહ્યું કે જો નીચલું સદન જમીન સાથે જોડાયેલ છે તો બીજું સદન દૂર સુધી જોઇ શકે છે. તેમણે કહ્યું કે આ સદને ઇતિહાસ રચ્યો છે અને જરૂર પડવા પર ઇતિહાસને વાળ્યો પણ છે. વડાપ્રધને કહ્યું કે આ સદને કેટલીય ઐતિહાસિક પળ જોઇ, ઇતિહાસ બનાવ્યો પણ છે, બનતા ઇતિહાસને જોયો પણ છે અને જરૂર પડવા પર ઇતિહાસની ધારાવે વાળી પણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.