મહારાષ્ટ્રમાં આગામી 24 કલાકની અંદર સરકાર બનાવવાની સમયમર્યાદાને ધ્યાનમાં લેતા રાજકીય દળોની ગતિવિધિઓ ઝડપી બની ગઈ છે. તો મહારાષ્ટ્રની રાજનીતિમાં કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીની એન્ટ્રી થઈ ગઈ છે. તેઓ આજે નાગપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને મળી રહ્યા છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે સીએમ દેવેન્દ્ર ફડણવીસે પોતાના નજીકનાં મંત્રીઓ સાથે બેઠક કરી છે. ફડણવીસ અત્યારે પાર્ટીમાં એકલા-અટૂલા પડ્યા છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આરએસએસ પણ બીજેપી પર શિવસેનાને મનાવવાનો દબાવ નાંખી રહી છે. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગડકરીની એન્ટ્રીથી ફડણવીસની ખુરશી જઇ શકે છે.
બીજેપી અને શિવસેનાની વચ્ચે ચાલી રહેલી રસાકસીને જોતા રાજનૈતિક અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે ફડણવીસની જગ્યા કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી લઇ શકે છે. ત્યારબાદ શિવસેનાનું ગઠબંધનમાં જલદીથી જલદી આગમન થઈ શકે છે. ફડણવીસ અને ગડકરી બંને નાગપુરથી છે અને કેમરાની સામે બંનેમાં સૌહાદપૂર્ણ સંબંધ હોવા છતા બંને વચ્ચે મતભેદ છે.
સૂત્રોનું કહેવું છે કે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે સ્પષ્ટ રીતે ગડકરીને રાજ્યનાં નવા મુખ્યમંત્રી તરીકે સ્થાપિક કરવાનો રોડમેપ તૈયાર કર્યો છે. આનાથી શિવસેનાની રોટેશનનાં આધારે મુખ્યમંત્રી પદની માંગને નબળી કરવાની તક મળશે. નિતિન ગડકરીનાં સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે સારા સંબંધ છે. ભાગવતે તેમને રાષ્ટ્રિય રાજનીતિમાં લાવવાનું કાર્ય કર્યું અને ઘણા દિગ્ગજ નેતાઓનાં વિરોધ છતા તેમને ભાજપનાં અધ્યક્ષ બનાવ્યા. આ ઉપરાંત 2014 દરમિયાન જ્યારે ગડકરીએ ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી તો ભાગવતે હસ્તક્ષેપ કરીને તેમને ફરી હટવા અને રાષ્ટ્રિય રાજનીતિ સુધી સીમિત કરવા મનાવ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.