મહારાષ્ટ્રમાં એક બીજાના સાથીદારમાંથી કટ્ટર દુશ્મન બનેલા ભાજપ અને શિવસેના વચ્ચેનો શાબ્દિક જંગ ચાલુ જ છે.
ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસે ઠાકરે સરકારના એક વર્ષ પૂરા થવા નિમિત્તે સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, અર્નબ ગોસ્વામીનો મુદ્દો હોય કે એક્ટ્રેસ કંગનાનો પણ અદાલતે સરકારની બરાબર ઝાટકણી કાઢી છે.આવી સરકારે ડુબી મરવુ જોઈએ.શું હવે શિવસેના કોર્ટને પણ સરકાર વિરોધી ગણાવશે, આ બંને કેસમાં સત્તાનો દુરપયોગ કરવામાં આવ્યો છે તે જગજાહેર છે.એક વર્ષમાં આ સરકારે કશું મેળવ્યુ નથી.અમને આશા હતી કે, એક વર્ષ પૂરા થવા નિમિત્તે સરકાર પોતાની સિધ્ધિઓ ગણાવશે પણ એવુ કશું થયુ નથી.ઉધ્ધવ ઠાકરેએ આખા ઈન્ટરવ્યૂમાં બીજા લોકો પર આરોપ જ મુક્યા છે.મહારાષ્ટ્રના ઇતિહાસમાં આવી ધમકી આપનાર સીએમ હજી સુધી જોયા નથી.આ પ્રકારની ધમકીઓ સીએમને શોભા આપતી નથી.પાંચ વર્ષ સરકાર ચલાવવી હોય તો ઉધ્ધવ ઠાકરે કોઈને ધમકી ના આપે તેવી મારી સલાહ છે.
ફડનવીસે કહ્યુ હતુ કે, શિવસેનાને વોટ તો નરેન્દ્ર મોદીના નામ પર લીધા હતા અને હાથ વિરોધીઓ જોડે મેળવ્યો છે.આ સરકારે માત્ર જુની સરકારના નિર્ણયોને સ્થગિત કરવાનુ જ કામ કર્યુ છે.મેટ્રો કારશેડ તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે.અધિકારીઓ પોતાના ફાયદા માટે સીએમને ખોટી માહિતી પૂરી પાડી રહ્યા છે.
ફડનવીસે કહ્યુ હતુ કે, ભગવાનનો આશીર્વાદ છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નથી પણ લોકો હજીય પરેશાન છે.હોસ્પિટલોની હાલત સારી નથી.આમ છતા સરકાર કહે છે કે, કોરોના નિયંત્રણમાં છે.મહારાષ્ટ્રમાં ટેસ્ટિંગ પણ ઘટાડી દેવાયુ છે.સરકાર કોરોના સામે લડે છે કે આંકડાઓ સામે તે ખબર નથી પડતી.આ સરકારે મરાઠા સમાજને આરક્ષણ આપવા માટે પણ કોઈ પગલા ભર્યા નથી.રાજ્યમાં ભાજપની સરકાર હતી ત્યારે ઓબીસી આરક્ષણ યથાવત રાખી મરાઠા સમાજને આરક્ષણ આપવા કાર્યવાહી કરાવમાં આવી હતી.હવેની સરકાર મરાઠા સમાજ અને ઓબીસી વચ્ચે ફૂટ પાડી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.