મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે એક જ અઠવાડિયામાં કરી બીજી મુલાકાત

કોરોના સંકટ વચ્ચે એવુ લાગી રહ્યુ છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં કંઈ ઠીક ચાલી રહ્યુ નથી. ત્રણ દળના ગઠબંધનથી બનેલી ઉદ્વવ સરકારમાં પણ ગેરસમજનો કોઈ વાઈરસ ઘર કરી રહ્યો છે. આ જ કારણ છે કે ગયા એક સપ્તાહની અંદર રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને એનસીપી સુપ્રીમો શરદ પવારની બીજી મુલાકાત થઈ છે.

રાજકારણીઓનું માનવુ છે કે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની વચ્ચે કોઈ મુદ્દે સંમતિ બની રહી નથી. શનિવારે બંને જ નેતાઓ વચ્ચે વધુ એક બેઠક થઈ છે. રાજ્યના બંને વરિષ્ઠ નેતાઓની આ બેઠક મુખ્યમંત્રીના આધિકારિક નિવાસમાં થઈ છે.

શરદ પવારે મુલાકાત પર આપ્યો હતો આ જવાબ

ગઈ વખતે જ્યારે આ બંને નેતાઓની મુલાકાત થઈ હતી ત્યારે રાજ્યમાં મુખ્ય વિપક્ષી દળ બીજેપીએ ઉદ્ધવ સરકાર પર સંકટની વાત કહી હતી પરંતુ એનસીપી ચીફ શરદ પવારે કહ્યુ હતુ કે અમે તમામ દળ ઉદ્ધવ સરકારની સાથે છીએ. મારી મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોના વિરૂદ્ધ લડતને લઈને કેટલાક સૂચનો આપવાનો હતો. ઉદ્ધવ સરકારની ઉપર કોઈ સંકટ નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.