મહારાષ્ટ્રમાં લાંબી ખેંચતાણ બાદ બનેલી ઉદ્ધવ ઠાકરે સરકારે આજે વિધાનસભામાં વિશ્વાસમત મેળવવાનો છે, પરંતુ આ પહેલા કૉંગ્રેસે સ્પીકરનાં નામની જાહેરાત કરી દીધી છે. બાલાસાહેબ થોરાટનાં જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધીએ સ્પીકર માટે નાના પટોલેનું નામ ફાઇનલ કર્યું છે. તો બીજેપીએ કિશન કઠોરેને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
ઉદ્ધવ સરકારે શનિવારનાં વિધાનસભાનું બે દિવસીય વિશેષ બોલાવ્યું છે. આ દરમિયાન શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીની ગઠબંધનવાળી સરકાર પોતાનો બહુમત સાબિત કરશે. જો કે ત્રણેય દળોની પાસે કાગળો પર સાધારણ બહુમત છે. તો 5 વર્ષ સુધી મહારાષ્ટ્રમાં સરકાર ચલાવનારી બીજેપી વિપક્ષમાં બસશે.
શિવસેનાની આગેવાનીવાળી ગઠબંધન સરકારે વિધાનસભામાં બહુમત સાબિત કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. એનસીપીનાં વરિષ્ઠ નેતા છગન ભુજબળે આ બાબતે મહત્વનું નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે, “આજે ફ્લોર ટેસ્ટ છે અને અમે સદનમાં બહુમત સાબિત કરીશું. આ ફ્લોર ટેસ્ટનાં કારણે દેવેન્દ્ર ફડણવીસની સરકાર ગઈ છે. આવામાં આ ઘણું મહત્વું છે. અમારી પાસે 170થી વધારેનો આંકડો છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.