મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તમામ 288 સીટો પર વલણ આવી ચૂક્યાં છે. જેમાં ભાજપ 100ની આસપાસ અને શિવસેના 69 બેઠકો પર આગળ દેખાઈ રહી છે. જ્યારે કોંગ્રેસ 38 અને NCP 40 સીટો પર લીડ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે 2014ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેના અને ભાજપે અલગ અલગ ચૂંટણી લડી હતી જેમાં શિવસેના 63 સીટો જીતી હતી જ્યારે ભાજપ 122 સીટો પર બાજી મારી ગયું હતું.
હવે જ્યારે બંને પાર્ટીએ એકસાથે ચૂંટણી લડી રહી છે ત્યારે અત્યાર સુધી જે વલણો આવી રહ્યાં છે જેમાં ભાજપ નુકસાનમાં દેખાઈ રહી છે. શરૂઆતમાં સવારના વલણ જ્યારે દેખાઈ રહ્યાં હતા ત્યારે ભાજપ 100ની પાર દેખાઈ રહી હતી ત્યારે લાગી રહ્યું હતું કે બહુમતિનો 145નો આંકડો ભાજપ એકલે હાથ કદાચ પાર કરી લેશે. પરંતુ આગળ જતાં બ્રેક વાગી હતી અને 11 વાગ્યા સુધીમાં આ આંકડો 100ની નીચે જતો રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.