મહારાષ્ટ્રના રાજકારણમાં ખેલ જામ્યો છે કોની સરકાર આવશે તેને લઈને મોટા પ્રશ્નો ઉભા થયા છે. જયારે મહારાષ્ટ્રમાં શિવસેનાએ સરકાર બનાવવાનો દાવો પણ કર્યો છે. જેમાં શિવસેના નેતા સંજય રાઉતેના જણાવ્યા અનુસાર “અમારી પાસે બહુમતીનો આંકડો છે. હજુ અમારી પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે, જે 175 સુધી પહોંચી શકે છે.” એટલે કે શિવસેનાનાં 56 ધારાસભ્ય છે અને કૉંગ્રેસની પાસે 44 અને અપક્ષ ધારાસભ્યોની સંખ્યા એક ડઝનથી વધારે તથા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીની પાસે 54 ધારાસભ્ય મળીને ૧૭૦ જેટલા થઇ જાય છે જે વધીને ૧૭૫ સુધી પહોચી શકે છે.
જેના કારણે મુંબઈમાં એનસીપી મુખ્યાલયમાં પાર્ટી નેતાઓની બેઠક થઇ છે જેના પાર્ટી પ્રમુખ શરદ પવાર અને કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની વચ્ચે થનારી મુલાકાત પહેલા જ આ બેઠક થઇ હતી.
જયારે બીજી બાજુ મહારાષ્ટ્રમાં બીજેપીની નવી રણનીતિ સામે આવી છે. જેમાં બીજેપી વાતચીત માટે શિવસેનાની રાહ જોશે અને 4 અને 5 નવેમ્બર બાદ શિવસેના ફરીથી વાતચીત શરૂ કરશે. 288 સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત માટે 145 સીટોની જરૂર છે.જેમાં શિવસેના 56 અને એનસીપી 54 ધારાસભ્ય છે. અને જે કુલ 110 ધારાસભ્ય થાય છે. જે બહુમતીથી ૩૫ ઓછા છે. જેના કારણે તેમને તેમને કૉંગ્રેસનાં 44 ધારાસભ્યોની જરૂર પડશે. મહારાષ્ટ્ર કૉંગ્રેસનાં નેતાઓનું કહેવું છે કે સરકાર બનાવવા માટે પાર્ટીએ શિવસેનાનું સમર્થન કરવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.