મહા સુદ આઠમ, રવિવાર દુર્ગાષ્ટમીએ કેવો રહેશે તમારો દિવસ જાણો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2076, મહા સુદ આઠમ, રવિવાર દુર્ગાષ્ટમી, ખોડિયાર જયંતી, ભીષ્માષ્ટમી, ચંદ્ર-ગુરુનો ત્રિકોણ, વરાણા ખોડિયાર ઉત્સવ મેષ આપની આર્થિક બાબતો અંગે સમય મુશ્કેલ હશે તો હવે કોઈ ઉકેલની તક સર્જાય. ગૃહજીવનના પ્રશ્નની ચિંતા હલ થાય

વૃષભ આપની મનોવ્યથા અને તણાવમાંથી બહાર નીકળવા પ્રવૃત્તિશીલ બનજો અને ઈશ્વર પર શ્રદ્ધા વધારજો.મિથુન વ્યાવસાયિક અને સાંસારિક સમસ્યાઓ અંગે તણાવ જણાય. ખર્ચ-ખરીદી વધે નહીં તે જોજો.કર્ક મૂંઝવણો દૂર કરવા મિત્રો-સ્નેહીની મદદ જરૃરી બને. નાણાભીડ અનુભવાતી જણાય. વિઘ્ન દૂર થાય.

સિંહ આપના નોકરી-ધંધાની બાબતો અંગે ટેન્શન હશે તો દૂર થવાના સંકેત જોવાય. લાભ વિલંબમાં પડતો લાગે. વિવાદ ટાળજો.તુલા નસીબના આધારે આર્થિક ડગ ન ભરવા સલાહ છે. ગૃહવિવાદ ટાળજો. કાર્યબોજ જણાય.કન્યા વધુ પડતા આશાવાદી ન રહેતા વાસ્તવવાદી બનજો. ગૃહજીવનમાં અશાંતિ સર્જાય નહીં તે જોજો. વૃશ્ચિક સાંસારિક કામકાજો અંગે નાણાકીય બાબતોને હાથ ધરી શકશો. માનસિક સ્વસ્થતા ટકે.ધન તર્ક-વિતર્ક, શંકા-કુશંકા છોડવાથી શાંતિ રાહત જણાય. પ્રવૃત્તિમય સંજોગો અને નાણાભીડ વર્તાય.મકર સમયના સંકેતોને પારખી આગળ વધવાથી સફ્ળતા જણાશે. કૌટુંબિક બાબત હલ થઈ શકશે. પ્રવાસની તક મળે.કુંભ મનનાં ઓરતાં અધૂરાં ન રહી જાય તે માટે સચેત રહી કાર્યનું આયોજન કરવું પડે. સ્વજનથી મનભેદ.મીન અગત્યની કામગીરીઓનો બોજ વધતો જણાય. ખર્ચ-ખરીદી વધવા ન દેશો. ગૃહક્લેશ અટકાવજો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.