મેષ સાનુકૂળ સંજોગો યા કોઈ અણધારી તકનો ઉપયોગ કરી શકશો. પ્રવાસ-પર્યટનની તક. મિલન-મુલાકાત. વૃષભ ‘ધાર્યું ધણીનું થાય’ એમ સમજી ચાલશો તો ટેન્શન ઓછું થતું લાગશે. નાણાભીડનો ઉપાય મળે. વિવાદ ટાળજો.
મિથુન આપના અગત્યના નિર્ણયો સમજી-વિચારીને યા કોઈ વડીલની સલાહ મેળવીને કરવા હિતાવહ ગણશો. કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકાય.
કર્ક કામકાજ કે ધ્યેયને નજર સમક્ષ રાખીને પ્રયત્નો કરવા સલાહ છે. વ્યર્થ દોડધામથી દૂર રહેજો. મિત્રની મદદ ઉપયોગી. સિંહ લાગણીઓ કે ભાવનાવશ થઈને કરેલા નિર્ણયો સાંતિ આપશે. આર્થિક બાબતો વ્યવસ્થિત કરજો.
કન્યા અગાઉના પ્રશ્નો કે કાર્યો અધૂરાં હશે તો તેનો હલ મેળવી આગળ ધપાવી શકશો. આરોગ્યની ચિંતા દૂર થાય. ખર્ચના પ્રસંગો. તુલા આપના કૌટુંબિક કામકાજો અંગે સાનુકૂળ સંજોગ સર્જાતા જોવાય. લાભ દૂર ઠેલાતો લાગે. પ્રવાસની તક.
વૃશ્ચિક નસીબને સુધારવા માટે જાતે સુધરવું જરૃરી સમજવું. નાણાભીડનો અનુભવ. કોઈની સાથે ચકમક ન ઝરે તે જોવું. ધન આપના મનની મુરાદોને બર લાવવા ઈશ્વરીય મદદ ઉપયોગી સમજજો. અગત્યના પ્રશ્નો હલ થતાં જણાય.
મકર આપની ઘરની કે બહારની જવાબદારીઓ કે કામકાજોને સુવ્યવસ્થિત રહી ઉકેલી શકશો.
કુંભ ‘મન હોય તો માળવે જવાય’ એ કહેવતને સાચી પાડવા પરિશ્રમ અને આયોજન જરૃરી રાખવું. ગૃહજીવનના કામમાં પ્રગતિ. મીન આપના હિતોને જાળવવા આપે જાગૃત અને સક્રિય રહેવું પડશે. મિત્ર-સ્નેહીથી સંવાદિતા સર્જાય. લાભદાયી તક.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.