મહા સુદ ચૌદશને શનિવાર , કેવો રહેશે તમારા માટે જાણો આજનો દિવસ

વિક્રમ સંવત 2076, મહા સુદ ચૌદશ, શનિવાર વ્રતની પૂનમ, અગ્નિ ઉત્સવ-ઓરિસ્સા, ચંદ્ર-શુક્રનો ત્રિકોણયોગ

મેષ અંગત મૂંઝવણોમાંથી બહાર આવી શકશો. રાહત અનુભવાય. નાણાકીય સ્થિતિ તંગ જણાય. પ્રવાસ ફ્ળે.
વૃષભ આપની માનસિક બેચેની દૂર થતી જણાય. સ્વજનથી મદદ-મિલન- લાભના સંજોગો નિર્માણ થાય.
મિથુન અગત્યના કામકાજ અંગે હજી વિલંબ જણાય. ખર્ચ વધતા નાણાભીડ જણાય. તબિયત ચિંતા કરાવે.
કર્ક તણાવ-અશાંતિના સંજોગો દૂર થાય. કૌટુંબિક-સામાજિક કાર્ય અંગે સાનુકૂળતા. પ્રયત્નોનું મીઠું ફ્ળ ચાખી શકશો.
સિંહ ‘ચિંતા ચિતા સમાન છે’ એ ઉક્તિ ન ભૂલશો. ગૃહજીવનમાં કે સામાજિક ક્ષેત્રે મન પરોવવાથી સુખદ અનુભવ.
કન્યા આપનું ધાર્યુ ન થાય તે પણ પ્રયત્નો ન છોડશો. આગળ જતાં ફ્ળે. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો. આરોગ્ય સુખાકારી જળવાય.
તુલા આપની આર્થિક સમસ્યાને ધીમેધીમે હલ કરી શકશો. ખોટા સાહસથી દૂર રહેજો. લોભ-લાલચમાં ન પડવા સલાહ છે.
વૃશ્ચિક આપની માનસિક સ્વસ્થતા પુનઃ પ્રાપ્ત કરી શકશો. પ્રિયજનથી ચકમક ન થાય તે જોજો. આરોગ્ય કેર લેવી.
ધન કાર્ય સફ્ળતા મેળવવા તમારે સહી દિશાના પ્રયત્નો કરવા પડશે. કોઈના આધારે કે ભરોસે ન રહેવું.
મકર માનસિક ભય, ચિંતા કે વહેમ દૂર થાય. સાનુકૂળ તકનો ઉપયોગ કરી શકશો. રૃપનાં પારખાં નહીં સારા.
કુંભ સમજી વિચારીને કોઈ પણ નિર્ણય યા વચન આપજો. સંજોગો હજી જોઈએ તેટલા સાનુકૂળ બન્યા નથી. સ્નેહી-સ્વજનની મુલાકાત.
મીન આપની વ્યાવસાયિક કામગીરીઓનું મીઠું ફ્ળ ચાખી શકશો. સ્વજનથી સહયોગ મેળવી શકશો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.