વિક્રમ સંવત 2076, મહા સુદ દસમ, મંગળવાર ભક્ત પુંડરિક ઉત્સવ, જૈન રોહિણી તપ, રવિયોગ, બુધ શતતારા નક્ષત્રમાં
મેષ સમસ્યાઓનો સિલસિલો અટકતો જણાશે અને સાનુકૂળ તકની આશા ફળતી લાગે. પ્રવાસ.વૃષભ ગમે તેટલો કઠિન કસોટી કારક સમય હશે આપ જરૃર બહાર નીકળી શકશો. પ્રયત્નો વધારજો. સ્વજન-મિત્ર ઉપયોગી બને.મિથુન આપના વ્યવહારિકપણાથી આપ જરૃર કામ કાઢી શકશો. તબિયત ચિંતા દૂર થાય. ખર્ચ.
કર્ક પ્રગતિકારક સંજોગો સર્જાતા જણાય. આજના રોપેલાં બીજ જરૃર ફળ આપશે. મિલન-મુલાકાતથી આનંદ.સિંહ સ્પષ્ટ વક્તાપણું અને તડફડિયો સ્વભાવ સંબંધ બગાડી શકે માટે મૃદુ વ્યવહાર ઉપયોગી. નાણાભીડ-વ્યયનો પ્રસંગ.કન્યા લાભની તક ગુમાવી ન બેસો તે જોજો. ગૃહજીવનના કાર્ય અંગે સાનુકૂળતા. આરોગ્ય સાચવજો.તુલા કોઈના ભરોસે ચાલવાથી નુકસાન થઈ શકે. આત્મનિર્ભર રહેવાથી સફળતા. નાણાભીડ.વૃશ્ચિક મન પર સંજોગોને સવાર ન થવા દેશો. હળવાશથી રહેવું. ગૃહવિવાદ-અંતરાય.ધન મોટા દુઃસાહસ કરતાં નાનું વિચારીને કરેલું કાર્ય ફાયદાકારક રહેશે. મિલન-મુલાકાત. નવીન તક મળે.
મકર આપની ધારણા બહારના સંજોગ હશે તો પણ સંયમ-કુનેહથી પાર કરી શકશો. સ્નેહીથી ગેરસમજ દૂર થાય.કુંભ આપની નિરાશા દૂર થતી જણાય. કોઈ મહત્ત્વના સંકેત-સમાચાર મળે. ગૃહવિવાદ ટાળજો. નાણાભીડ.મીન સફળતા-ઉન્નતિના માર્ગે આગળ વધવા તમારે કઠોર પરિશ્રમ કરવો પડશે. વિખવાદથી દૂર રહેજો. પ્રયત્નો ફળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.