વિક્રમ સંવત 2076, મહા વદ ચોથ, બુધવાર. સંકષ્ટ ચતુર્થી, સૂર્ય બુધથી અતિ નજીક, ચંદ્ર-શુક્રનું ઓપોઝિશન
મેષ માનસિક તણાવ અને સંતાપમાંથી બહાર નીકળવા આધ્યાત્મિક વલણ જરૃરી. આર્થિક-વ્યવસાયિક અને સામાજિક કાર્ય અંગે પ્રગતિ.
વૃષભ આપના કેટલાક પ્રશ્નો લાંબા સમયે વધુ યત્ને ઉકેલાશે તેમ સમજી ધીરજ ધરવી હિતાવહ.
મિથુન પ્રતિકૂળતાઓને પાર કરી કાર્યલાભ ઊભો કરી શકશો. ગણતરી અને સંયમ જરૃરી.
કર્ક આપના મનપસંદ કાર્યોને સાકાર કરવાની ઉમદા તક સર્જાતી જણાય. કૌટુંબિક-સામાજિક અને મિત્ર અંગેના કાર્યમાં પ્રગતિ.
સિંહ પ્રવૃત્તિઓ અને વ્યસ્તતા વધુ અને ફળ ઓછું મળતાં નિરાશા જણાય. વિવાદ ટાળજો.
કન્યા વેપાર-વ્યવસાયની કામગીરીઓનો બોજ વધતો જણાય. સ્વજનનો સહકાર. તબિયત જળવાય.
તુલા આપના હિસાબે અને ગણતરી પ્રમાણે પરિસ્થિતિ જોવા ન મળે, પરંતુ એકંદરે સાનુકૂળતા.
વૃશ્ચિક અગત્યની કામગીરીઓ અંગે સંજોગો સાનુકૂળ બનતા જણાય. વિઘ્ન દૂર થાય. ક્લેશ-સંઘર્ષ અટકે.
ધન પરિવર્તન અથવા નવીન આરંભ અંગે હજી વિલંબ જોવાય. નાણાભીડ. ગૃહજીવનમાં અશાંતિ.
મકર પરિસ્થિતિના લેખાંજોખાં રાખી આગળ વધશો તો નુકસાન મુશ્કેલી અટકશે. તબિયત સાચવજો.
કુંભ મનની મૂંઝવણ અને અજંપો દૂર કરવા માટે ધ્યાન બદલવું પડે. નસીબ કઠિન જણાય.
મીન ઉતાવળા પગલાં ભરવા જશો તો લાભના બદલે વ્યય થઈ શકશે. શાંતિ કેળવજો. મિત્ર અને પ્રિયજનથી સંવાદિતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.