વિક્રમ સંવત 2076, મહા વદ નવમી, સોમવાર વિંછુડો શ્રી રામદાસ નવમી, ચંદ્ર-શુક્રનો ત્રિકોણયોગ
મેષ મનોબળ, દૃઢતા રાખવી પડે. લાભ દૂર ઠેલાતો જણાય. વિવાદ ટાળજો. પ્રવાસ ફળે.
વૃષભ આપના નોકરી, ધંધાની બાબતો અંગેનું ટેન્શન દૂર થતું જણાય. ગૃહક્લેશ નિવારજો. ખર્ચ-વ્યયનો પ્રસંગ.
મિથુન મૂંઝવણ, ચિંતાનાં વાદળો હટતાં લાગે. કાર્ય સફળતા માટે રાહ જોવી પડે. સ્નેહી, સ્વજનથી સહકાર. મિલન.
કર્ક સામાજિક અને ર્ધાિમક કાર્ય અંગે સાનુકૂળતા. નાણાભીડનો અનુભવ. પ્રવાસ સફળ જણાય.
સિંહ વ્યગ્રતા અને ઉચાટ દૂર થવા લાગે. વ્યવસાયિક પ્રશ્ન હલ થતાં લાગે. નાણાકીય કાર્ય બને.
કન્યા આપની સમસ્યાનું નિરાકરણ લાવવામાં ધીરજની કસોટી થાય. ગૃહજીવનનું કાર્ય થાય. પ્રવાસ ફળે.
તુલા તમારા સામાજિક-વ્યાવસાયિક કાર્યમાં રૃકાવટ હશે તો દૂર થતી જણાય. ધીરજનાં ફળ મીઠાં સમજવા.
વૃશ્ચિક પ્રયાસો કરીને થાકશો ત્યારે જ કદાચ કર્મફળ હાથમાં આવતું લાગે. સમય વેડફાય નહીં તે જોજો.
ધન લાગણીઓ કરતાં બુદ્ધિબળ ઉપયોગી જણાશે. આર્થિક આયોજન જરૃરી સમજજો. કચકચથી દૂર રહેજો.
મકર મન હશે તો માળવે જવાશે એ ઉક્તિ લક્ષમાં લઈ કાર્ય કરવા સલાહ. આર્થિક પ્રશ્ન હલ થતો લાગે. સમસ્યા ઉકેલાય.
કુંભ તમારા દરેક કાર્યમાં ચીવટ-કાળજી અને એકાગ્રતા જરૃરી સમજજો તો નુકસાન અટકે. સ્નેહીથી વિવાદ ટાળજો.
મીન ઊંડા અંધારેથી પરમ તેજ તરફ જવાનો માર્ગ દેખાય. ઈશ્વરીય સહાય અને સ્નેહીનો સંગાથ ફળદાયી જણાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.