મહિલાએ ચરણસ્પર્શ કરવાની કોશિષ કરી તો ખુદ PM મોદી સન્માનમાં ઝૂકી ગયા, Video વાયરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ કર્ણાટક પ્રવાસ પર છે. પોતાની મુલાકાતના પહેલાં દિવસે ગુરૂવારે પીએમ મોદીએ કેટલાંય મોટા કાર્યક્રમમાં ભાગ લીધો. વડાપ્રધાન બપોરે બેંગલુરૂ એરપોર્ટ પર પહોંચ્યા જ્યાંથી તેઓ તુમકુરમાં શ્રી સિધ્ધગંગા મઠ ગયા. અહીં તેમણે એક જનસભાને સંબોધિત કરી. આ સિવાય પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનાનો ત્રીજો હપ્તો પણ ખેડૂતોને આપ્યો. PMએ કૃષિ કર્મણ ઍવૉર્ડ અને કિસાન ક્રેડિટ કાર્ડ પણ વહેંચ્યા. આ દરમ્યાન ખેડૂતોને સંબોધિત કરતાં PM મોદીએ કિસાન હિતમાં ચલાવામાં આવી રહેલી સરકારી યોજનાઓ અંગે પણ કહ્યું.

તુમકુરમાં મહિલાના પગમાં ઝૂકયા પીએમ મોદી

તુમકુરમાં કૃષિ કર્મણ ઍવૉર્ડ દરમ્યાન એવી ઘટના બની કે જેને મહિલા સમ્માનનું ઉદાહરણ માની શકાય છે. વાત એમ હતી કે મંચ પર એક-એક કરીને દેશના તમામ રાજ્યોના એ ખેડૂતોને સમ્માન કરાઇ રહ્યા હતા કે જેમણે પોત-પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામ કર્યું હતું. આ દરમ્યાન મંચ પર પહોંચેલા એક મહિલાને ઍવૉર્ડ આપ્યા બાદ પીએમ આગળ આવ્યાને તેમના પગમાં ઝૂકી ગયા જેને જોઇ તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા. આપને જણાવી દઇએ કે મહિલાને ઍવૉર્ડ મળતા તેઓ પીએમના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લેવા માંગતા હતા પરંતુ તેમને અધવચ્ચે જ રોકતા પીએમ મોદી તેમની આગળ ઝૂકી ગયા.

મીડિયા રિપોર્ટનો દાવો છે કે કાર્યક્રમ દરમ્યાન ઍવૉર્ડ મેળવનાર કંચન વર્માએ પહેલાં પીએમનું અભિવાદન કર્યું જેનો પીએમે હાથ જોડી જવાબ આપ્યો. ત્યારબાદ તરત કંચને પીએમના ચરણસ્પર્શ કરવાની કોશિષ કરી પરંતુ વડાપ્રધાને તેમને આમ કરતાં રોકી દીધા અને તેઓ ખુદ તેમને નમન કરવા લાગ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.