દુનિયાની સૌથી મોટી ફાસ્ટ ફૂડ ચેન મેકડોનાલ્ડ્સનાં સીઈઓ સ્ટીવ ઈસ્ટરબ્રુકને પોતાની કર્મચારી સાથે સંબંધ રાખવાનાં કારણે નોકરીમાંથી તગેડી મુકવામાં આવ્યા છે. કંપનીનાં નિર્દેશક મંડળનાં ધ્યાને આવ્યું કે સીઈઓએ પોતાની એક કર્મચારી સાથે પરસ્પર સહમતિથી સંબંધ બનાવીને ખોટું પગલું ઉઠાવ્યું છે. નિર્દેશક બૉર્ડે શુક્રવારનાં ઈસ્ટરબ્રુકને કંપનીનાં નિયમોનું ઉલ્લંઘન કરવાનાં મામલે દોષી ઠેરવ્યા.
કંપનીનાં જણાવ્યા પ્રમાણે ઈસ્ટરબ્રૂકની જગ્યાએ ક્રિસ કેમ્પજિંક્સીએ લીધી છે જે મેકડૉનાલ્ડ યૂએસએનાં પૂર્વ અધ્યક્ષ રહી ચુક્યા છે. ઈસ્ટરબ્રુકે કંપનીનાં કર્મચારીઓ માટે એક ઈ-મેલમાં એક કર્મચારી સાથે વર્તમાન સંબંધોને પોતાની ભૂલ ગણાવ્યા. તેમણે લખ્યું કે, ‘કંપનીનાં મૂલ્યોને જોતા હું બૉર્ડનાં નિર્ણયથી સહમત છું અને હવે મારા માટે આને છોડીને આગળ વધવાનો સમય આવી ગયો છે.” ઈસ્ટરબ્રુકનાં પ્રવક્તા ડિઝીરી મૂરે કહ્યું કે, “ઈસ્ટરબ્રુક કંપનીમાં વિતાવેલા પોતાના સમય માટે ઘણા જ આભારી છે.” તેમણે પોતાના નિર્ણયમાં પોતાની ભૂલ માની લીધી છે અને તેઓ કંપનીનાં નિર્ણયનું સમર્થન કરે છે.
જો કે કંપનીએ સીઈઓની ફાયરિંગનું કારણ બનેલી રિલેશનશિપ વિશે વધારે જાણકારી આપવાથી ના કહી છે. એક રિપોર્ટ પ્રમાણે યૂકે ઑપરેશન્સનાં પૂર્વ અધ્યક્ષ રહી ચુકેલા ઈસ્ટરબ્રુકનાં છૂટાછેડા થયેલા છે. કંપનીનાં કર્મચારી સાથે સંબંધને લઇને નીકાળવામાં આવેલા સીઈઓની લાંબી યાદીમાં હવે ઈસ્ટરબ્રુકનું નામ પણ આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે ઘણી કંપનીઓએ મીટૂનાં સમયમાં પોતાના સહયોગી અથવા કલીગ્સની સાથે ડેટિંગ અથવા કોઈપણ પ્રકારનાં વ્યક્તિગત સંબંધની વિરુદ્ધ નિયમ બનાવેલા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.