મહિલા થઈને નોકરી કરવાની સજા, તાલિબાને મહિલા પોલીસ અધિકારીની આંખો ફોડી નાંખી

અફઘાનિસ્તાન સરકાર સાથે થયેલા શાંતિ કરાર બાદ પણ તાલિબાનનો આંતક યથાવત છે. તાલિબાની આતંકીઓએ 33 વર્ષની મહિલા પોલીસ અધિકારીને પોલીસ સ્ટેશનમાં કામ કરવાની એવી સજા આપી હતી કે, જાણીને હૈયુ થથરી જાય.આ નરપિશાચ આતંકીઓે મહિલાની આંખો ચાકુ મારીને ફોડી નાંખી હતી અને બાદમાં તેને ગોળી મારી દીધી હતી.જોકે આસપાસના લોકોએ મહિલાને સમયસર હોસ્પિટલમાં પહોંચાડતા તેનો જીવ બચી ગયો છે.

આ મહિલા ગજની પ્રાંતના પોલીસ મથકમાં નોકરી કરતી હતી.ત્રણ મહિના પહેલા જ ક્રાઈમ બ્રાન્ચમાં તેની નિમણૂંક કરવામાં આવી હતી.મહિલાએ ન્યૂઝ એજન્સીને કહ્યુ હતુ કે, મને મારુ સપનુ જીવવા માટે ત્રણ જમહિનાનો સમય મળ્યો તે વાતનુ દુખ છે. તાલિબાને તાજેતરમાં કહ્યુ હતુ કે, શરિયા કાયદા હેઠળ મહિલાઓના અધિકારોનુ સન્માન કરીશું પણ શિક્ષઇત મહિલાઓનુ કહેવુ છે કે, તાલિબાનના વાયદા પર મને સંદેહ છે.કારણકે તાલિબાને ઓળખપત્રમાં વ્યક્તિના નામની પાછળ માતાનુ નામ જોડવાના સુધારાનો વિરોધ કર્યો છે.

તાલિબાનના અત્યાચારનો ભોગ બનેલી મહિલા પોલીસ અધિકારીનુ કહેવુ છે કે, મારા પિતા મારી નોકરીના વિરોધમાં હતા.હું જ્યારે પણ ડ્યુટી પર જતી ત્યારે મારા પિતા મારી પાછળ આવતા હતા અને સ્થાનિક તાલિબાનો તેમણે સંપર્ક કરીને મને નોકરી પર આવતા રોકવા માટે કહ્યુ હતુ. ગઝની પ્રાંતના પોલીસ પ્રવક્તાના કહેવા પ્રમાણે મહિલા અધિકારી પર હુમલા પાછળ તાલિબાનનો હાથ છે અને તેના પિતાને પણ કાવતરુ રચવા બદલ પકડવામાં આવ્યા છે.જોકે તાલિબાને આ ઘટનામાં પોતાની સંડોવણી હોવાનો ઈનકાર કરીને સમગ્ર ઘટનાને પારિવારિક મામલો ગણાવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.