મહિલા કોન્સ્ટેબલે ટુકડે-ટુકડે ગેંગ ઉપર પણ જોરદાર હુમલો કર્યો , આ સ્પિચને સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો પસંદ કરી રહ્યા છે
કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ(CRPF)ની એક મહિલા કોન્સ્ટેબલનો દેશભક્તિથી ઓતપ્રોત એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ખુશ્બુ ચૌહાણ(khushbu chauhan) નામની એક મહિલા જવાન એક કાર્યક્રમમાં પોતાની સ્પિચ દરમિયાન આતંકવાદીઓને, દેશ વિરોધી નારા લગાવનાર અને માનવાધિકારોની દુહાઈ આપતા લોકો ઉપર જોરદાર પ્રહાર કર્યો હતો. તેણે ટુકડે-ટુકડે ગેંગ ઉપર પણ જોરદાર હુમલો કર્યો છે. તેની આ સ્પિચને સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો પસંદ કરી રહ્યા છે.
વાયરલ થઈ રહેલ ખુશ્બુ ચૌહાણનો આ વીડિયો 27 સપ્ટેમ્બરનો છે. તે સીઆરપીએફ દ્વારા દિલ્હીમાં આયોજીત એક ડિબેટ સ્પર્ધામાં બોલી રહી હતી. આ સ્પર્ધાનો વિષય હતો શું માનવાધિકારોનો ઉપયોગ કરીને આતંકવાદને નિપટાવી શકાય છે? આ વિષય ઉપર ખુશ્બુ ચૌહાણે જે ભાષણ આપ્યું છે તેણે બધાના દિલ જીતી લીધા છે.
કોન્સ્ટેબલ ખુશ્બુ ચૌહાણે જોશીલા અંદાજ અને દેશભક્તિથી ઓતપ્રોત આપવામાં આવેલી સ્પિચમાં આતંકવાદને પ્રોત્સાહિત કરનારા, દેશવિરોધી નારા લગાવનાર અને માનવાધિકારોની દુહાઈ આપતા લોકો પર પોતાના અંદાજમાં આકરો પ્રહાર કર્યો હતો. તેણે કન્હૈયા કુમાર ઉપર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે તે દેશદ્રોહીએ કહ્યું હતું કે તુમ એક અફઝલ કો મારોગે તો હર ઘર સે અફઝલ નિકલેગા. તો હું ભારતની પુત્રી ભારતીય સેના તરફથી આજે જાહેરાત કરું છું કે ઉસ ઘર મેં ઘુસકર મારેંગે, જિસ ઘર સે અફઝલ નિકલેગા. વો કોખ નહીં પલને દેગે જિસ કોખ સે અફઝલ નિકલેગા. ઉઠો દેશના વીર જવાનો તમે સિંહ બનીને ગર્જના કરો અને એક તિરંગો તે કન્હૈયાની છાતીમાં ઠોકી દો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.