LRDની ભરતીમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો મેરિટ ઊંચુ હોવા છતાં જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન મેળવી ન શકે તેવી જોગવાઇ સાથેના જીએડીએ બહાર પાડેલા તા.1-8-2018ના ઠરાવને રદ કરવાની માંગણી સાથે છેલ્લા 65 દિવસથી ગાંધીનગરમાં SC, ST, OBCની મહિલા ઉમેદવારો ઉપવાસ આંદોલન કરી રહી છે, જેની સામે સરકારે મંગળવારે નમતું જોખી જીએડીના ઠરાવમાં આંશિક સુધારો કરવાની જાહેરાત કરી હતી. આ અંગેએડવોકેટ જનરલે હાઈકોર્ટમાં નિવેદન આપ્યું છે કે, આવતીકાલે રાજ્ય સરકાર આ મુદ્દે નવો જીઆર બહાર પાડશે.અરજદારોની માંગણી નવી પોલિસી અંતર્ગત સંતોષાઈ જશે તેવી આશા વ્યક્ત કરીહતી. તેમજ 18 ફેબ્રુઆરીએ નવો પરિપત્ર હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે.
તો બીજી બાજુ LRDમાં બિન અનામત વર્ગની પાસ થયેલી 1575 મહિલા ઉમેદવારો પૈકી 254 મહિલાઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મહિલા પરીક્ષાર્થીઓએ અરજીમાં રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક નિમણૂંક પત્ર આપવાની માંગણી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.