નાગરિકતા સંશોધન કાયદો (CAA) રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) વિરુદ્ધ ઉત્તર પ્રદેશના ઘણાં શહેરોમાં પ્રદર્શન ચાલી રહ્યા છે. આ પ્રદર્શન સામે હવે યોગી સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું છે. યોગી સરકારે સમગ્ર રાજ્યમાં 1200 પ્રદર્શનકારીઓ સામે કલમ 144નું ઉલ્લંઘન કરવાના આરોપમાં ફરિયાદ નોંધી છે.
યોગી આદિત્યનાથ સરકારે અલીગઢમાં 60 મહિલાઓ, પ્રયાગરાજમાં 300 મહિલાઓ, ઈટાવામાં 200 મહિલાઓ અને 700 પુરુષો સામે કેસ દાખલ કર્યા છે. કેસ દાખલ થયા પછી પણ લખનઉના ઘંટાઘરથી લઈને પ્રયાગરાજના મંસૂર અલી પાર્ક સુધી પ્રદર્શન થઈ રહ્યા છે. રાયબરેલીના ટાઉનહોલમાં પણ મુસ્લિમ મહિલાઓ પ્રદર્શન કરી રહી છે.
આ દરમિયાન સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરતી મહિલાઓ સામે અપમાનજનક ટીપ્પણી કરવા મામલે યુપી શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવી વિરુદ્ધ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.