મહિનામાં 10 દિવસ વિદ્યાર્થીઓ બેગ વગર સ્કૂલે જશે, સ્કૂલ બેગનુ વજન પણ નક્કી કરાયુ

નવી શિક્ષણ નીતિના ભાગરુપે અંતિમ ડ્રાફ્ટ તમામ રાજ્યોની સરકારોને મોકલી આપ્યો છે.જેમાં સૌથી ધ્યાન ખેંચનારી વાત એ છે કે, દરેક ધોરણમાં ભણતા બાળકની સ્કૂલ બેગનુ વજન કેટલુ હશે તે નક્કી કરવામાં આવ્યુ છે.

આ નીતિમાં કરાયેલી જાહેરાત પ્રમાણે ધો.1 થી 12ના વિદ્યાર્થીઓ મહિનામાં દસ દિવસ સ્કૂલ બેગ લીધા વગર સ્કૂલે જશે.દરેક રાજ્યે આ નીતિનુ પાલન કરવુ પડશે અને દેશની દરેક સ્કૂલમાં તેને લાગુ કરાશે.નવી નીતિના ભાગરુપે ધો.6 થી 8ના વિદ્યાર્થીઓને વોકેશનલ કોર્સિસ પણ ભમાવાશે.જ્યારે ધો.6 થી 12ના વિદ્યાર્થીઓને વેકેશનામં વ્યવસાયિક કામ કરવાની પણ છુટ અપાશે.

સ્કૂલ બેગનુ વજન કેટલુ હોવુ જોઈએ તેના પર નીતિમાં સ્પષ્ટતા કરાઈ છે.જે પ્રમાણે ધો.10ના વિદ્યાર્થીના સ્કૂલ બેગનુ વજન તેના શરીરના વજનના 10 ટકા કરતા વધારે હોવુ જોઈએ નહીં.જ્યારે પ્રી પ્રાઈમરીના બાળકો માટે કોઈ સ્કૂલ બેગ નહી હોય.સ્કૂલબેગનુ વજન માપવા માટે એક ડિજિટલ મશિન રાખવામાં આવશે.આ મશિન દરેક સ્કૂલમાં રાખવુ પડશે.સ્કૂલ બેગ ખભા પર સારી રીતે લટકાવી શકાય તેવી હોવી જરુરી હશે.બાળકોની સ્કૂલ બેગનુ વજન આ રીતે નક્કી કરાયુ છે.

પ્રી પ્રાઈમરીમાં કોઈ બેગ નહીં

ધો 1 અને 2માં વજન 1.6 થી 2.2 કિલો

ધો. 3 થી 5માં સ્કૂલ બેગનુ વજન 1.7 થી 2.5 કિલો

ધો.6 થી 7માં વજન 2 થી 3 કિલો

ધો.8 થી 10માં વજન 2.5 થી 4.5 કિલો

11 અને 12 ધોરણમાં વજન 3.5 થી 5 કિલો

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.