મહીસાગર: વિરપુરમાં બિજેપીનાં યુવા નેતાની બર્થ પાર્ટીમાં દારૂની છોળો ઉડી

– સોશિયલ ડિસ્ટન્સિગનાં લીરેલિરા ઉડ્યા, વિડિયો વાઇરલ થતા પોલીસે કરી 12ની અટકાયત

– કવન પટેલની નરહરિ અમીન તથા પ્રવિણ તોગડિયા સહિતનાં નેતાઓ સાથે પણ નિકટતા

કોરોનાનાં કહેર વચ્ચે સામાન્ય માણસો પોલીસથી ફફડીને કાયદાનું પાલન કરે છે, પરંતું મોટા રાજકીય માથાઓ તો જાણે કાયદાને ઘોળીને પી ગયા છે, તાજેતરમાં અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં કાયદાનો ભંગ કરીને તલવારથી કેક કાપી બર્થ ડે ઉજવવાનો કિસ્સો હજુ તાજો છે ત્યાં આવી જ એક ઘટના મહીસાગર જિલ્લાનાં વિરપુર તાલુકામાં બની હતી.

ભાજપનાં  યુવા નેતા અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડનાં કન્વિનર કવન પટેલ કવન પટેલે બિયરની છોળો ઉડાવી જાહેરમાં બર્થ ડે પાર્ટીની ઉજવણી કરી હતી, અને ધારદાર તલવારથી તેણે બર્થ ડે કેક કાપી હતી. જેમાં મહિસાગર રાજ્ય યુવક પ્રમુખ યોગેન્દ્ર મહેરા સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો એકઠા થયા હતાં.

આ યુવા ભાજપા નેતાએ કાયદાની ઐસી તૈસી કરીને દારૂ છોળો ઉડાવીને તેમનો જન્મદિન મનાવ્યો હતો, આ બર્થ ડે પાર્ટીનો વિડિયો પણ ખુબ વાયરલ થયો છે, જેમાં આ લોકો દારૂ પીને છાકટા થયેલા જોવા મળે છે, જેના પગલે હરકતમાં આવેલી પોલીસે ફરિયાદ નોંધી કવન પટેલ સહિત અન્ય 12 જણાની અટકાયત કરી હતી તથા મહિન્દ્રા એસયુવી કાર અને તલવાર પણ કબજે કરી હતી, આ બર્થ જે પાર્ટીમાં સોસિયલ ડિસ્ટન્સિંગ તથા ફરજીયાત માસ્ક પહેરવાનાં નિયમોનાં લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતાં.

નોંધનિય છે કે કોરોનામાં કાયદાને ઘોળીને પી જનાર કવન પટેલ મોટા ગજાનાં રાજકીય નેતાઓ અને સામાજીક આગેવાનો સાથે નિકટનો સંબંધ ધરાવે છે ઉપરોક્ત તસવીરમાં કવન પટેલ રાજકીય આગેવાન નરહરિ અમિન તથા વિહિપનાં પ્રવિણ તોગડિયા સાથે જોવા મળે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.