અમેરિકાની સરકાર અને એમેઝોન વચ્ચે હવે કાયદાની લડાઇ જોવા મળશે. પેન્ટાગોન ક્લાઉડ-કોમ્પ્યૂટિંગ કોન્ટ્રાક્ટ માટે માઇક્રોસોફ્ટ કોર્પ.ની પસંદગી કરવા બદલ એમેઝોન દ્વારા અમેરિકાના ડિફેન્સ વિભાગને પડકાર ફેકસો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમેરિકાની સરકાર અને માઇક્રોસોફ્ટ કોર્પ. વચ્ચે આશરે ૧૦ બિલિયન ડોલરની ડીલ થઇ છે.
એમેઝોને આ કેસ અમેરિકાની ફેડરલ કોર્ટમાં કર્યો છે. એમેઝોને કહ્યું હતું કે અમને આ કોન્ટ્રાક્ટ ન મળવાથી કંપનીને ઘણુ નુકસાન થયું છે. કેમ કે કોન્ટ્રાક્ટ હાથ ધરવામાં આવ્યો તેની પ્રક્રિયામાં જ અનેક ખામીઓ રહેલી છે. બીજી તરફ વ્હાઇટ હાઉસ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમે જે કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે તે અંગે પરિક્ષણ કરી રહ્યા છીએ.
કોર્ટમાં એમેઝોન દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમા દાવો કરવામાં આવ્યો છે કે આ કેસ અમે બંધ કવરમાં દાખલ કર્યો છે અને તેની વિગતો અમે જાહેર કરવા નથી માગતા કેમ કે કેસની જે માહિતી છે તે સંવેદનશિલ છે. એવી શક્યતાઓ છે કે એમેઝોન પોતાની દલીલમા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ ઉલ્લેખ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.