– કંપની કર્મચારીઓને બંને વિકલ્પ પસંદ કરવાની મોકળાશ આપશે
અમેરિકાના મીડિયા અહેવાલોમાં માઈક્રોસોફ્ટના ઉચ્ચ અિધકારીઓને ટાંકીને દાવો થયો કે કંપની જાન્યુઆરી-2021 પછી પણ કર્મચારીઓને કાયમી ધોરણે વર્ક ફ્રોમ હોમની છૂટ આપશે. કર્મચારીઓને ઓફિસ ઉપરાંત કાયમી ધોરણે ઘરેથી કામ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. આવું કરનારી આ દુનિયાની પ્રથમ કંપની બનશે.
ટેકનોલોજી ક્ષેત્રના ન્યૂઝ માટે જાણીતી વેબસાઈટ ધ વર્જના રીપોર્ટમાં દાવો થયો હતો કે માઈક્રોસોફ્ટ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની કાયમી ધોરણે છૂટ આપશે. જાન્યુઆરી-2021 સુધી તો કંપનીએ વર્ક ફ્રોમ હોમની જાહેરાત અગાઉથી જ કરી દીધી હતી. 2021 પહેલાં કંપની ઓફિસ ચાલુ કરશે નહીં, પરંતુ એ પછી પણ જે કર્મચારીઓ ઘરેથી કામ કરવા ઈચ્છતા હશે તેમને એ વિકલ્પ અપાશે.
રીપોર્ટમાં કંપનીના અિધકારીને ટાંકીને કહેવાયું હતું: કંપનીનું લક્ષ્યાંક છે કે બદલાતા સમય સાથે તાલ મિલાવીને આગળ વધે. કર્મચારીઓ વ્યક્તિગત જીવનશૈલી અને પ્રોફેશ્નલ જરૂરિયાતોને મેનેજ કરી શકે તે માટે તેમને કોરોના મહામારી પછી પણ ઘરેથી કામ કરવાનો વિકલ્પ અપાશે. જોકે, જે કર્મચારીઓ લેબ વગેરેમાં કાર્યરત હશે તેમને આ સુવિધા મળી શકશે કે નહીં તે અંગે સ્પષ્ટતા થઈ ન હતી.
નિષ્ણાતોના મત પ્રમાણે જે કર્મચારીઓની વર્ક પ્રોફાઈલમાં ઓફિસ આવવું જરૂરી નહીં હોય તેમના કિસ્સામાં ઘરેથી કામ કરવાનો વિકલ્પ ખુલ્લો રહેશે, પરંતુ જેમને ઓફિસ આવવું જરૂરી હશે તેમણે ઓફિસે આવીને જ કામ કરવું પડશે. અહેવાલમાં દાવો થયો હતો કે મહામારી પછી પણ આ રીતે બંને વિકલ્પ આપનારી આ દુનિયાની પ્રથમ કંપની છે.
કંપનીના અિધકારીના કહેવા પ્રમાણે જે કર્મચારીઓ 50 ટકાથી ઓછા દિવસ ઘરેથી કામ કરતા હશે તેમને મેનેજરની પરવાનગી લેવી પડશે નહીં, પરંતુ એનાથી વધારે દિવસો ઘરેથી કામ કરવું હશે તો કંપનીની નિયત પ્રોસેસ ફોલો કરીને પરવાનગી લેવી પડશે.
ઉલ્લેખનીય છે કે માઈક્રોસોફ્ટ ઉપરાંત ફેસબુક, ટ્વિટર જેવી કંપનીઓએ લોકડાઉનના સમયગાળાથી જ દુનિયાભરમાં 2021 સુધી વર્ક ફ્રોમ હોમની પરવાનગી આપી છે. જાન્યુઆરી-2021થી આ દુનિયાભરમાં કાર્યરત આ કંપનીઓની ઓફિસો ફરીથી ચાલુ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.