મહારાષ્ટ્ર સ્થિત બદલાપુર એમઆઈડીસી વિસ્તારમાં કેમિકલ ગેસ લીક થવાથી સ્થાનીક લોકોને શ્વાસ લેવામાં સમસ્યા આવી હતી. એટલું જ નહીં કેટલાક લોકોને ઉલ્ટી અને ગભરામણ થઈ હતી. સૂચના મળતા જ ફાયરની ગાડી સ્થળ પર પહોંચી ગઈ હતી અને વિસ્તારનું નિરિક્ષણ કર્યુ હતુ.
કંપની એક રિએક્ટરમાં કાચા તેલ માટે 2 રસાયણો સેલ્ફ્યૂરિક એસિડ અને બેંજીન ડિહાઈડ્રેટને ભેળવે છે. જો કે જરુરી તાપમાનને નિયંત્રિત કરવામાં ભૂલ થવાના કારણે રિએક્ટર હવામાં ફેલાયો હતો. જણાવવામાં આવ્યુ કે ગેસ ઝેરી નહોંતો પરંતુ લીક થવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે.
એક તરફ ગેસ લીકના સમાચાર મળતા લોકો ગભરાઈ ગયા અને ભાગ દોડ મચી ગઈ. લોકોને પોલીસ અને ફાયરને જ્યારે જણાવ્યું કે ગેસ ઝેરી નથી ત્યારે જઈને લોકોના જીવમાં જીવ આવ્યો હતો. જે બાદ લોકો પોત પોતાના ઘરે પાછા ફર્યા હતા. જણાવવામાં આવ્યુ કે લગભગ 3 કિમીના ઘેરામાં આ ગેસ લીક થયાની અસર પડી છે. આ દરમિયાન અનેક લોકોની તબિયત ખરાબ થઈ. થાણા નગર નિગમે એક નિવેદનમાં કહ્યુ કે બદલાપુરમાં ગુરુવારે રાતે લગભગ 10.22 વાગે એક ફેક્ટ્રીમાં ગેસ લીક થયાની સૂચના મળી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.