પ. બંગાળમાં આગામી મહિનામાં વિધાનસભા ચુંટણીઓ યોજાવાની છે, તે અંગે રાજ્યમાં રાજકીય માહોલ ગરમ છે, સત્તારૂઢ પાર્ટી ટીએમસીનાં વધુ એક ધારાસભ્યએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે.
ત્યાં જ બીજી તરફ આ ધારાસભ્યોએ મિદનાપુરમાં શનિવારે ગૃહ પ્રધાન અમિત શાહની ઉપસ્થિતીમાં બિજેપીનો હાથ પકડી લીધો, આ દરમિયાન મિદનાપુરમાં યાજેલી રેલીમાં ગૃહપ્રધાન અમિત શાહે તૃણમુલ કોંગ્રેસની સરકાર અને મમતા બેનર્જીને નિશાન બનાવીને જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા.
રેલીને સંબોધતા અમિત શાહે રાજ્યનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી ચુટણી આવતા સુધીમાં એકલી રહી જશે, તેમણે કહ્યું કે ખેડુતો, મજુરો, વિષ્ફોટોની સમસ્યાનો હલ પીએમ મોદીનાં નેતૃત્વમાં થયો છે, અમે રાજ્યમાં 200થી વધુ બેઠકો જીતી છું તેને નિર્ધાર તેમણે આ રેલી વ્યક્ત કર્યો.
ત્યાં જ બિજેપીમાં જોડાનારા સર્વેન્દુ અધિકારીએ કહ્યું કે પશ્ચિમ બંગાળની આર્થિક સ્થિતી ખુબ જ ખરાબ છે, જો રાજ્યને તેમાંથી મુક્ત કરવું છે તો તેની લગામ વડાપ્રધાન મોદીને સોંપવાની જરૂર છે.
અમિત શાહે કહ્યું કેટલાક વાચાળ નેતાઓએ કહ્યું કે બંગાળમાં તૃણમુલને કોઇ હરાવી નથી શક્તું, હું તેમને યાદ કરાવવા માંગુ છું કે લોકશાહીની ચુંટણી વખતે કહેતા હતા કે બિજેપીનું ખાતું પણ નહીં ખુલે, અમારા દિલિપ ઘોષની અધ્યક્ષતામાં અને નેતૃત્વ અને મોદીજીનાં નેતૃત્વમાં 18 બેઠકો બિજેપીએ જીતી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.