રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં બાડમેરમાં એક મિગ-21 એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયો છે. મિગમાં સવાર બંને પાયલટ્સ શહીદ થઈ ગયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે મિગનો કાટમાળ અડધો કિલોમીટર દૂર સુધી વિખેરાઈ ગયો હતો. આ ક્રેશ બાડમેરના બાયતુ પોલીસ સ્ટેશન ક્ષેત્રના ભીમડા ગામમાં થયો છે અને અકસ્માત અગાઉ મિગ-21 ભીમડા ગામની આસપાસ ઉડાણ ભરી રહ્યું હતું હાલમાં એરક્રાફ્ટ ક્રેશ થવાના ચોક્કસ કારણની જાણકારી મળી શકી નથી.
એરફોર્સે તેની જાણકારી આપતા ટ્વીટ પણ કરી છે. IAFએ જણાવ્યું કે 9 વાગીને 10 મિનિટ પર આ અકસ્માત થયો. તેમાં મિગ-21 ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયુ અને કહેવામાં આવી રહ્યું છે કે વિમાને ટ્રેનિંગ દરમિયાન ઉડાણ ભરી હતી અને એવું કહેવામાં આવ્યું છે કે, બંને પાયલટ્સ શહીદ થઈ ગયા. એરફોર્સે જણાવ્યું કે, આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ક્રેશની જાણકારી મળતા જ જિલ્લા કલેક્ટર, SP સહિત વાયુસેનાના અધિકારી ઘટનાસ્થળ પર જવા રવાના થઈ ગયા હતા.
મિગ-21 ક્રેશ થયા બાદ કેટલાક વીડિયો સામે આવ્યા છે. તેમાં ચારેય તરફ આગ અને મિગનો કાટમાળ દેખાઈ રહ્યો છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે કાટમાળમાં આગ લાગી છે. બોડી પાર્ટ્સ વિખેરાયેલા પડ્યા છે. પાસે જ મોબાઈલ પણ તૂટીને પડ્યો છે અને વિમાન જ્યાં પડ્યો, ત્યાં 15 ફૂટ ઊંડો ખાડો પડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.