ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ચૂંટણી પ્રચાર દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પર હળવી રમૂજ કરી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અમરાઈવાડીમાં પ્રચાર દરમિયાન નીતિન પટેલની મજાક ઉડાવી હતી. વાઘાણીની સ્પીચ ચાલુ થતા તેઓ માઇક પાસે પહોંચ્યા હતા. જો કે વાઘાણીને માઈકની સાઈઝ નાની પડી તો વાઘાણી બોલી ગયા કે નીતિનભાઈ હોય ત્યારે આ મજા આવે. જો કે મીડિયાની ઉપસ્થિતી જોઈ વાઘાણી એ તરત જ પાછું વાળુ કહ્યુ હતુ. તેમણે કહ્યુ કે નીતિનભાઈનું કદ નાનું છે પણ વહીવટમાં મોટા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.