આજકાલ લોકો પોતાનું વજન ઘટાડવાને માટે અનેક પ્રકારના ડાયટ પ્લાન ફોલો કરી રહ્યા છે. આ સમયે ધ્યાન રાખવું કે તે એક સરખી રીતે કામ કરે. એમ પણ હોઈ શકે છે કે તે તમારા માટે ફાયદો કરે પણ બીજા માટે નુકસાનદાયી બની શક.
જો તમે પણ વજન ઘટાડવાની કોશિશમાં છો તો ફોલો કરી લો 3 દિવસનો મિલિટ્રી ડાયટ પ્લાન, જલ્દી મળશે રિઝલ્ટ.
આજકાલ આ મિલિટ્રી ડાયટ પ્લાનની ચર્ચા વધી છે. કેમકે તે ફક્ત 3 દિવસમાં જ વજન ઘટાડવાનો દાવો કરે છે. આ ડાયટ અનુસાર એક જ અઠવાડિયામાં 4.5 કિલો સુધી વજન ઘટાડી શકાય છે. આ સિવાય આ ડાયટ અન્ય ડાયટથી સસ્તો પણ છે. આર્મી, નૌસેના, આઈસક્રીમ ડાયટ તરીકે પણ ઓળખાય છે.
આ ડાયટને અઠવાડિયામાં 3 વાર ફોલો કરવાનું કહેવાય છે. તેમાં ઓછી કેલેરી વાળા પૌષ્ટિક ભોજન સામેલ છે. આ પછી ચોથા દિવસે આ ડાયટ ફોલો કરવો જરૂરી નથી. આ સાપ્તાહિક ડાયટ પ્લાનને ત્યાં સુધી ફોલો કરાય છે જ્યાં સુધી બોડી યોગ્ય આકારમાં આવે નહીં. આ ડાયટ પ્લાનમાં ભોજનનું એવું સંયોજન હોય છે જે ફેટ અને વજનને ખતમ કરે છે અને મેટાબોલિઝમને યોગ્ય કરવામાં મદદ કરે છે
તેમાં તમે સાદા પાણીને જરૂરિયાત અનુસાર લઈ શકો છો અને ઈચ્છા અનુસાર પી શકો છો. પણ કૃત્રિમ સ્વીટ ડ્રિંકથી દૂર રહો. આ સિવાય તમે હર્બલ ચા પણ પી શકો છો.
પહેલો દિવસ –
બ્રેકફાસ્ટ / નાસ્તો
એક ટોસ્ટ, દ્રાક્ષ, 2 મોટી ચમચી પીનટ બટર, એક કપ ચા/કોફી
લંચ
અડધો કપ ટ્યૂના, એક પીસ ટોસ્ટ, એક કપ ચા /કોફી
ડિનર
મીટના 2 પીસ, એક કપ ગ્રીન બીન્સ, અડધો ટુકડો કેળું, એક નાનું સફરજન, એક કપ વેનિલા આઈસક્રીમ.
બીજો દિવસ –
બ્રેકફાસ્ટ
એક ઈંડુ, એક ટુકડો ટોસ્ટ, અડધું કેળું
લંચ
એક કપ કોટેજ પનીર, એક પીસ ચેદ્દાર પનીર, એક હાર્ડ બોઈલ ઈંડુ, પાંચ નમકીન બિસ્કીટ
ડિનર
2 હોટ ડૉ, એક કપ બ્રોકોલી, અધો કપ ગાજર, અડધું કેળું, અડધો કપ વેનિલા આઈસક્રીમ
ત્રીજો દિવસ –
બ્રેકફાસ્ટ
5 ખાસ્તા બિસ્કિટ, એક પીસ પનીર, એક નાનું સફરજન
લંચ
એક બાફેલું ઈંડુ, એક પીસ ટોસ્ટ
ડિનર
એક કપ ટ્યૂના, એક કેળું, એક કપ વેનિલા આઈસક્રીમ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.